રિતિક અને સુઝેન ફરી ટુંકમાં લગ્ન કરી શકે છે

August 16, 2018 at 8:46 pm


બાેલિવુડમાં ફરી એકવાર રિતિક રોશન અને સુઝેન ખાનના લગ્નને લઇને ચર્ચા ચાલી રહી છે. બાળકોને ધ્યાનમાં લઇને બંને લગ્ન કરી શકે છે. હાલમાં બાળકોના કેટલાક કાર્યક્રમોમાં સાથે પણ દેખાયા છે. જેથી એવી અટકળો ચાલી રહી છે કે તેમના ફર લગ્ન થઇ શકે છે. એમ માનવામાં આવી રહ્યાુ છે કે વર્ષ 2014માં છુટાછેડા લઇ ચુકેલા રિતિક રોશન અને સુઝેન ખાન ફરી લગ્ન કરવા જઇ રહ્યાા છે. મિડિયા રિપાેર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તાે રિતિક અને સુઝેન ફરી એકવાર લગ્ન કરવા માટેનાે નિર્ણય કરી ચુક્યા છે. લગ્નની તૈયારી પણ હાથ ધરવામાં આવી ચુકી છે. બન્ને નવેસરથી લગ્ન લાઇફ શરૂ કરવા માટે ઇચ્છુક છે. બન્નેના આ નિર્ણયની બ્પાછળ તેમના બાળકો જવાબદાર હોવાના હેવાલ પણ મળી રહ્યાા છે. જો એમ થશે તાે વર્ષ 2018ની સાૈથી મોટી ઘટના બની રહેશે. રિતિક અને સુઝેન છુટાછેડા લીધા બાદ અનેક વખત એકબીજા સાથે બાળકોની સાથે નજરે પડી ચુક્યા છે. પરિવારની સાથે હોલિડેમાં પણ સાથે દેખાયા છે. બાેલિવુડ ઇવેન્ટમાં પણ બન્ને સાથે નજરે પડâા છે. અલગ થયા બાદ પણ બન્ને એક સાથે સમય ગાળી રહ્યાા છે. મળેલી માહિતી મુજબ રિતિક રોશને હાલમાં જ સુઝેન અને તેના બાળકો માટે એક શાનદાર એપાર્ટમેન્ટની ખરીદી કરી છે. ભલે બન્ને એકબીજાથી અલગ છે પરંતુ રિતિક માટે આજે પણ સુઝને અને તેના બાળકો પ્રથમ પ્રાથમિકતા છે. આ એપાેર્ટમેન્ટ જુહુમાં છે. જે તેમના ઘરથી માત્ર 15 મિનિટના અંતરે સ્થિત છે. રિપાેર્ટ મુજબ બન્ને અલગ થયા હતા ત્યારે સુઝેન અંધેરીની એક ઇમારતમાં રહેતી હતી.

Comments

comments

VOTING POLL