રિયલ એસ્ટેટ સેક્ટરમાં ધીમે પગલે સુધારો: ત્રણ મહિનામાં 56146 ઘર વેચાયા

April 20, 2019 at 10:35 am


લાંબા સમય બાદ ફરી એક વખત પ્રોપર્ટી બજારમાં સુધારાના સંકેત મળી રહ્યા છે. દેશના નવ મોટા શહેરોમાં જાન્યુઆરીથી માર્ચ દરમિયાન ઘરના વેચાણની સંખ્યા 56146 રહી હતી. આ આંકડો પાછલા વર્ષના મુકાબલે પાંચ ટકા વધુ છે. રિયલ એસ્ટેટ વિશ્લેષણ કંપ્ની પ્રોપઈક્વિટીના રિપોર્ટ બાદ આ જાણકારી સામે આવી છે.

રિપોર્ટ અનુસાર ઘરના વેચાણમાં આ વધારો બનેલા તૈયાર ઘરની આપૂર્તિ વધવાથી થયો છે. જો કે નવા ઘરની લોન્ચીંગ ગુરુગ્રામ, નોઈડા, મુંબઈ, કોલકત્તા, પૂના, હૈદરાબાદ, બેંગ્લોર, ઠાણે અને ચેન્નાઈમાં પાછલા વર્ષના મુકાબલે માર્ચ-2019ના ત્રિ-માસિકમાં સાત ટકા ઘટીને 42504 એકમ રહ્યો હતો. રિપોર્ટમાં કહેવાયું છે કે ભારતીય રિયલ એસ્ટેટ બજાર હવે રોકાણકારોનું નહીં બલ્કે વાસ્તવિક ઘર ખરીદારોનું થઈ ગયું છે. ગ્રાહક તૈયાર ઘર ખરીદવા ઉપર પ્રાથમિકતા આપી રહ્યા છે. આવું નિમર્ણિાધીન પરિયોજનાઓનો સમય પર પૂર્ણ નહીં થવા અને ખરીદારોને ઘર નહીં મળવાથી બન્યું છે એટલા માટે ગ્રાહકો તૈયાર ઘર ખરીદવાનું વધુ પસંદ કરી રહ્યા છે.

ઘરના વેચાણમાં છ શહેરોમાં વધારો નોંધાયો છે પરંતુ હૈદરાબાદ, ગુરુગ્રામ અને કોલકત્તામાં ઘટાડો થયો છે. બીજી બાજુ પૂનામાં વેચાણ 32 ટકા રહ્યું જે દેશમાં સૌથી વધુ છે. બેંગ્લોર અને મુંબઈમાં વેચાણ ક્રમશ: પાંચ ટકા અને 12 ટકા વધ્યું છે. જ્યારે નોઈડા અને ઉત્તરપ્રદેશમાં 19 ટકાનો વધારો નોંધાયો છે. રિપોર્ટ અનુસાર આવનારા મહિનાઓમાં માગ વધવાથી વેચાણમાં તેજીની આશા છે.
એનારોકના રિપોર્ટ અનુસાર દેશના સાત મુખ્ય શહેરોમાં 4,51,750 કરોડ પિયાના અંદાજે 5.6 આવાસીય એકમો નિમર્ણિના સમય કરતાં પાછળ ચાલી રહ્યા છે. માગમાં કમી અને ડેવલપર્સ તરફથી મુડીનો ઉપયોગ બીજા કાર્યોમાં કરવાથી ધનમાં કમીને કારણે પરિયોજનો પૂરી થવામાં મોડું થઈ રહ્યું છે. સૌથી વધુ એકમ એનસીઆરમાં અટકેલા છે.

Comments

comments