રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના 2018-19નાં નાણાંકીય પરિણામો: વિક્રમજનક સંકલિત વાર્ષિક ચોખ્ખો નફો 13.1 વધીને 39,588  કરોડ થયો

April 19, 2019 at 10:43 am


ઘસારા-વ્યાજ-કરવેરા પહેલાંનો વાર્ષિક નફો  26.8 ટકા વધી ા. 92,656 કરોડ: રિફાઇનિંગ, પેટ્રોરસાયણ અને રીટેલ વ્યવસાયની કરવેરા પહેલાંની સર્વોચ્ચ વાર્ષિક આવક-રીટેલ વ્યવસાયની આવક ા. 1,00,000 કરોડને પાર: ડિજીટલ સેવાઓ અને રીટેલ વ્યવસાયની વાર્ષિક આવક અને કરવેરા પહેલાંની આવક લગભગ બમણી: ત્રિમાસિક ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 9.8 ટકા વધીને ા. 10,362 કરોડ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (આર.આઇ.એલ.) દ્વારા 31 માર્ચ 2019ના રોજ પૂરા થતા ચોથા ત્રિમાસિક ગાળાના ઓડીટ થયેલાં પરિણામો આજે જાહેર થયાં. અગાઉના નાણાંકીય વર્ષની સરખામણીએ નાણાંકીય વર્ષ 2018-19નાં નાણાંકીય પરિણામોની ધ્યાન ખેંચતી બાબતોમાં આર.આઇ.એલ. ની ચોથા ત્રિમાસિક ગાળાની કોન્સોલિટેડ કામગીરીની મુખ્ય વિગતો આ પ્રમાણે છે, જેમાં ટર્ન ઓવર 19.4 ટકા વધીને રૂ.154,110 કરોડ (22.3 બિલિયન અમેરિકન ડોલર) થયું, ઘસારા અને કરવેરા પહેલાંનો નફો 16.3 ટકા વધીને રૂ.24,047 કરોડ ( 3.5 બિલિયન અમેરિકન ડોલર) નોંધાયો, કરવેરા પહેલાંનો નફો 4.6 ટકા વધીને રૂ.13,858 કરોડ ( 2.0 બિલિયન અમેરિકન ડોલર) થયો, રોકડ નફો 6.1 ટકા વધીને રૂ.16,349 કરોડ (2.4 બિલિયન અમેરિકન ડોલર) થયો, ચોખ્ખો નફો 9.8 ટકા વધીને રૂ.10,362 કરોડ (1.5 બિલિયન અમેરિકન ડોલર) થયો છે.

આર.આઇ.એલ. ની ચોથા ત્રિમાસિક ગાળાની સ્ટેન્ડઅલોન કામગીરીની મુખ્ય વિગતોમાં રેવન્યુ (ટર્ન ઓવર) 0.3 ટકા ઘટીને રૂ.90,648 કરોડ (13.1 બિલિયન અમેરિકન ડોલર) થયું, નિકાસ 4.4 ટકા ઘટીને રૂ.49,052 કરોડ (7.1 બિલિયન અમેરિકન ડોલર) થઇ, ઘસારા-વ્યાજ-કરવેરા પહેલાંનો નફો 3.4 ટકા વધીને રૂ.16,587 કરોડ(2.4 બિલિયન અમેરિકન ડોલર) થયો, કરવેરા પહેલાંનો નફો  4.8 ટકા ઘટીને રૂ.11,331 કરોડ (1.6 બિલિયન અમેરિકન ડોલર) થયો, રોકડ નફો 5.9 ટકા ઘટીને રૂ.11,651  કરોડ (1.7 બિલિયન અમેરિકન ડોલર) થયો, ચોખ્ખો નફો 1.6 ટકા ઘટીને રૂ.8,556 કરોડ (1.2 બિલિયન અમેરિકન ડોલર) થયો, ત્રિમાસિક ગાળામાં ગ્રોસ રિફાઇનિંગ માર્જિન (જી.આર.એમ.) પ્રતિ બેરલ 8.2 ડોલર રહ્યાં હતા.

પરિણામો ઉપર ટિપ્પણી કરતાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજીંગ ડાઇરેક્ટર મૂકેશ ડી. અંબાણીએ જણાવ્યું હતું કે, નાણાંકીય વર્ષ 2018-19માં અમે અનેક સિમાચિહ્નો પ્રાપ્ત કયર્િ છે અને રિલાયન્સના ભવિષ્યના નિમર્ણિમાં ખૂબ જ મહત્વપૂર્ણ હરણફાળ ભરી છે. રિલાયન્સ રીટેલે રૂ.1,00,000 કરોડની આવકનું સિમાચિહ્ન પ્રાપ્ત કર્યું છે, જિયો હવે 300 મિલિયન ગ્રાહકોને સેવા પૂરી પાડે છે અને અમારા પેટ્રોરસાયણ વ્યવસાયે અત્યાર સુધીની સૌથી વધારે આવક પ્રાપ્ત કરી છે. મને રિલાયન્સની સંપૂર્ણ ટીમ પર ગર્વ છે, તેમની આકરી મહેનત અને પ્રતિબધ્ધતાએ આ સિધ્ધિઓ અને ભવિષ્યની અનેક સિધ્ધિઓનો પાયો નાંખ્યો છે. એનર્જી માર્કેટમાં ઘણી જ ઉથલપાથલના સમયમાં પણ કંપનીએ આ વર્ષે રૂ.39,558 કરોડને વિક્રમજનક સંકલિત ચોખ્ખો નફો નોંધાવ્યો છે. મને એ દશર્વિતા આનંદ થાય છે કે અમારી કંપનીએ છેલ્લાં પાંચ વર્ષમાં ઘસારા-વ્યાજ-કરવેરા પહેલાંની આવક બમણાં કરતાં વધારે રૂ.92,656 કરોડ નોંધાવી છે  જેનાથી મૂલ્ય સર્જનમાં વૈશ્વિક માપદંડ સ્થાપ્યો છે.

સર્વિસ અને ગ્રાહકોના સંતોષ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી અમારા ક્ધઝ્યુમર વ્યવસાયોમાં સબક્રાઇબર્સ અને ફૂટફોલમાં વધારો થયો છે, જેનાથી આવક વૃધ્ધિને વેગ મળ્યો છે. અમારો પ્રયાસ અમારા ગ્રાહકો માટે વદારે સારો અનુભવ પેદા કરવા પર રહેશે, જે વધારે સારા સહિયારા ભવિષ્ય તરફ દોરી જશે.

Comments

comments

VOTING POLL