રિલાયન્સ ફાઉન્ડેશન એનબીએને ભારતમાં આવકારે છેઃ ભારતમાં સફળ પાર્ટનરશિપના 6 વર્ષની ઉજવણી

October 7, 2019 at 11:12 am


ભારતમાં મુંબઈમાં એનએસસીઆઈ ડોમમાં એનબીએની સૌપ્રથમ ઐતિહાસિક મેચ યોજાઈ હતી, જેમાં 10થી 16 વર્ષનાં બાસ્કેટબોલ પ્રેમી છોકરાઆે અને છોકરીઆેએ એમની મનપસંદ ટીમો ઇન્ડિયાનાં પેસર્સ અને સેક્રામેન્ટો કિંગ્સ વચ્ચેની રોમાંચક મેચની મજા માણી હતી અને પસંદગીની ટીમનો ઉત્સાહ વધાર્યો હતો.

રિલાયન્સ ફાઉન્ડેશનની ભારતમાં એનબીએ સાથે 6 વર્ષની સફળ પાર્ટનરશિપનાં ભાગરુપે રિલાયન્સ ફાઉન્ડેશન જૂનિયર એનબીએ પ્રાેગ્રામનું પ્રતિનિધિત્વ કરતાં બાળકોને ભારતમાં આયોજિત આ પ્રથમ મેચ જોવા શ્રીમતી નીતા અંબાણીએ ખાસ આમંત્રણ આપ્યું હતું. આ રમત જોવી અને એનબીએનાં રોમાંચનાં સાક્ષી બનવું આ બાળકો માટે વિશિષ્ટ તક હતી.
આ વર્ષો દરમિયાન રિલાયન્સ ફાઉન્ડેશન જૂનિયર એનબીએએ 11 મિલિયન બાળકોના જીવનને અસર કરી છે અને ભારતનાં 20 રાજ્યોમાં 34 શહેરોમાં 10,000 કોચને તાલીમ આપી છે.

રિલાયન્સ ફાઉન્ડેશનનાં ચેરપર્સન શ્રીમતી નીતા અંબાણીએ કહ્યું હતું કે, ભારતને ખરાં અર્થમાં મિલ્ટ-સ્પોટ્ર્સ દેશ બનાવવો મારું સ્વપન છે. ભારતમાં એનબીએની અત્યાર સુધીની સૌપ્રથમ મેચનું આયોજન કરીને રિલાયન્સ ફાઉન્ડેશન આનંદ અનુભવે છે. હું અમારાં જૂનિયર એનબીએ પ્રાેગ્રામમાં સામેલ આ અદભૂત અને યુવાન બાસ્કેટબોલર્સ સાથે એનબીએ પાર્ટનરશિપનાં 6 વર્ષની ઉજવણીનો આનંદ વહેંચવાની અલગ પ્રકારની ખુશી પણ અનુભવું છું. બાળકોમાં શિક્ષણ અને સ્પોટ્ર્સને પ્રાેત્સાહન આપવું મારું મિશન છે અને મને આશા છે કે, ભારત આંતરરાષ્ટ્રીય સ્તરે વિવિધ રમતોમાં ટોચ પર પહાેંચશે.

આ પ્રસંગે એનબીએ કમિશનર એડમ સિલ્વરે ભારતમાં બાસ્કેટબોલને પ્રાેત્સાહન આપવા માટે રિલાયન્સ ફાઉન્ડેશનનાં પ્રદાનની પ્રશંસા કરી હતી અને તેમણે આ માટે ભારતમાં એનબીએનાં પ્રતીક સ્વરુપે ફસ્ર્ટ મેચ બોલની ભેટ શ્રીમતી નીતા અંબાણીને ધરી હતી. એનબીએની ટીમો બે પ્રી-સિઝન ગેમ રમવા ભારત આવી છે. ઇન્ડિયાના પેસર્સનાં માયલિસ ટર્નર અને સેક્રેમેન્ટો કિંગ્સનાં ડી આરોન સાથે શ્રીમતી અંબાણી અને એડમ સિલ્વરે ભારતમાં પ્રથમ એનબીએ ગેમનું આયોજન કરવાનાં પ્રતીક સ્વરુપે એનબીએ ગેમનાં અધિકારીઆેને મેચ બોલ સુપરત કર્યો હતો.

Comments

comments