રિલાયન્સ બોન્ડ્સ અને લોનથી રૂા. 400 અબજ એકત્ર કરશે

July 19, 2018 at 10:42 am


રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (આરઆઈએલ) વિવિધ કન્ઝયુમર બિઝનેસમાં વિસ્તરણ કરવા માટે ચાલુ નાણાકિય વર્ષમાં 5.8 અબજ ડોલર (રૂા.400 અબજ) જેટલું ઋણ લેવાની યોજના ઘડી રહી હોવાનું પરિચિત લોકોને જણાવ્યું હતું.

ભારતના સૌથી ધનિક ઉદ્યાેગપતિ બોન્ડ્સ અને લોન્સના મિશ્રણ દ્વારા આ ફંડ એકત્રિત કરશે અને મોટા ભાગનું ઋણ ભારતીય ચલણમાં હશે એમ આ લોકોએ જણાવ્યું હતું. આમાંથી રૂા.200 અબજનું ફંડ નોન-કન્વટિર્બલ ડિબેન્ચર્સ (એનસીડીએસ) દ્વારા મેળવવા માટે કંપનીને પહેલેથી જ શેરહોલ્ડરની મંજૂરી મળેલી છે. છેલ્લા પાંચ વર્ષમાં આરઆઈએલનું કુલ દેવું ત્રણ ગણું વધ્યું છે, કારણ કે કં5નીએ નવા ટેલિકોમ સાહસ અને પરંપરાગત પેટ્રાેકેમિકલ્સ બિઝનેસ પાછળ રૂા.3.3 ટ્રિલિયનથી વધારે ખર્ચ કર્યો હતો.

અંબાણી આ વર્ષે ઋણની રકમનો ઉપયોગ ફાઈબર આધારિત બ્રાેડબેન્ડ સવિર્સિસ લોન્ચ કરવા માટે તેમજ નાના ભાઈ અનિલની રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (આરકોમ)ની ટેલિકોમ એસેટ્સ સહિતમાં એક્વિઝિશન્સ માટે કરશે. આરઆઈએલના માથે કુલ રૂા.2.2 ટ્રિલિયનનું દેવું છે, જેમાંથી 50 ટકા કરતાં પણ વધુ દેવું 2022 સુધીમાં ચૂકતે કરવાનું છે એવીમ હિતી બ્લૂમબર્ગ દ્વારા સંકલિત કરવામાં આવેલા ડેટા પરથી મળે છે.

Comments

comments

VOTING POLL