રીલ લાઈફની લાડો બનવા જઈ રહી છે રીયલ લાઈફની લાડો, મહેંદી સેરેમેનીની તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ

February 9, 2019 at 4:32 pm


ટીવી શો ‘લાડો-2’ની અભિનેત્રી પલક જૈન ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહી છે. ઈંદોરમાં તે પોતાના બોયફ્રેન્ડ તપસ્વી મહેતા સાથે 10 ફેબ્રુઆરીએ લગ્નગ્રંથીથી જોડાશે. તેના પ્રિ-વેડિંગ ફંક્શન્સની તસવીરો સોશ્યિલ મીડિયા પર વાઈરલ થઈ છે.

24 વર્ષીય અભિનેત્રીની લગ્ન પહેલાની રસ્મો મુંબઈમાં શરૂ થઈ હતી. બાકીની રસ્મો તેના હોમટાઉન ઈંદોરમાં કરવામાં આવી હતી. પલકની હલ્દી અને મહેંદી સેરેમની ઈન્દોરમાં થઈ ચૂકી છે. આ સમયે તેનો લુક શાનદાર હતો. ગ્રની કલરના આઉટફિટમાં તે ઘણી સુંદર લાગી રહી હતી. તેના હાથમાં મહેંદી ઘણી શાનદાર લાગી હતી. હલ્દીમાં પણ તેનો લુક ઘણો સ્ટનિંગ હતો. એક્ટ્રેસે ફ્લોરલ જ્વેલરી કેરી કરી હતી. તેણે યલો કલરની સાડી પહેરી હતી. તેનો લુક ઘણો સિમ્પલ હતો.

પ્રિ-વેડિંગ ફંક્શન દરમિયાન તે ટ્રેડિશનલ રાજસ્થાની આઉટફિટમાં જોવા મળી હતી. તેણે ઢોલની ધૂન પર ડાન્સ પણ કર્યો હતો. પલક તપસ્વી મહેતા સાથે લગ્ન કરી રહી છે. તે પણ એક એક્ટર છે. તે ડિરેક્ટર અને સિનેમેટ્રોગ્રાફર પણ છે. પ્રથમવાર આ કપલની મુલાકાત ઓસ્ટ્રેલિયામાં થઈ હતી.

પલક અને તેજસ્વી આમતો એકબીજાને 8 વર્ષથી ઓળખે છે. બંનેએ ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે પોતાના કરિયરનો પ્રારંભ કર્યો હતો. પલક તપસ્વીની ત્યારથી ફેન છે જ્યારે તપસ્વીએ ટીવી શો ‘ઈશાનઃ સપનો કો અવાજ દે’માં જોવા મળ્યો હતો. ત્યાર બાદ ઓડિશન સમયે બંનેમાં મિત્રતા થઈ હતી અને પછી તેઓ પ્રેમમાં પડ્યા હતા.અને હવે આ પ્રેમ લગ્નના પવિત્ર બંધનમાં બંધાવા જઈ રહ્યા છે.

Comments

comments