રુંવાટી કે ચીરા વિનાના પગથી વધારો સૌદર્ય

February 9, 2019 at 4:38 pm


શિયાળાની ઠંડીમાં ડ્રાય સ્કિનની સમસ્યાવાળી સ્ત્રીઓ જરાઅમથું પાણીમાં કામ કરે એટલે વાઢિયા પડવાનું શરૂ થઈ જાય છે. આ ચીરાની કાળજી લેવામાં ન આવે તો એમાંથી લોહી નીકળે છે અને દુખાવો પણ થાય છે. બને ત્યાં સુધી વાઢિયા ન પડે એ માટે પ્રિવેન્ટિવ પગલાં લેવાં વધુ ફાયદાકારક છે.

ડેઈલી ક્રીમ આપશે પગના ચીરામાંથી રાહત
દિવસમાં ઓછામાં ઓછું બે વાર પગ પર મોઈશ્ચરાઈઝર ક્રીમ લગાવવું. જો તમે એરકન્ડિશન્ડ ઓફિસમાં કામ કરતા હો તો શિયાળાની સીઝનમાં ઓફિસ અવર્સ દરમિયાન પણ એકાદ વાર મોઈશ્ચરાઈઝર લગાવવું જરૂરી છે.

પગની સફાઈ કરી ચીરાને કરો દૂર
અઠવાડિયે એકાદ વાર પગને હુંફાળા પાણીમાં પાંચેક મિનિટ માટે બોળી રાખવા. એ પછી સ્ક્રબ અથવા સ્ટોનની મદદથી ઉપરની મૃત ત્વચાને દૂર કરવી. વાઢિયા પડયા હોય તો સ્ટોન ન વાપરવો. જો ડેડ સ્કિન ખૂબ વધી ગઈ હોય તો કાતર કે બ્લેડની મદદથી એને કાપવાનો પ્રયત્ન ન કરવો. એનાથી ત્વચા વધુ કડક થઈ જશે.

શૂઝની પસંદગીમાં કાળજી રાખવી હીતાવહ
જેમણે લાંબો સમય સુધી શૂઝ પહેરીને ચાલવાનું કે ઊભા રહેવાનું હોય તેમના માટે શૂઝની પસંદગી પણ ખૂબ અગત્યની છે. સોફ્ટ સોલવાળાં શૂઝ પહેરવાં. શિયાળામાં પાની ખુલ્લી રહે એના કરતાં બંધ રહે એવાં શૂઝથી ત્વચાને રક્ષણ મળશે.

         જાતે વેક્સ કરવાની આદત ન હોય તો પહેલાં બે થી ત્રણ વાર પાર્લરમાં વેક્સિંગ કરાવવું. સૌથી અગત્યનું છે વેક્સ કર્યા પછી એ ભાગની ત્વચાની જાળવણીનું કામ. વેક્સ પત્યા પછી ચોખ્ખા પાણીથી હાથ-પગ ધોઈ લો. જો ત્વચા લાલાશ પડતી લાગે તો ત્યાં બરફ ઘસો. ક્યારેક વાળ ખેંચાતા લોહીના ટશિયા ફૂટે તો તરત જ ત્યાં એકાદ મિનિટ માટે હળદર દાબી દો. એ પછી બધે જ બરફ ઘસવાથી રાહત રહેશે.

Comments

comments

VOTING POLL