રુપે કાર્ડ અને ભીમ એપથી ચુકવણી પર મળશે કેશબેક , જીએસટી કાઉન્સિલે આપી મંજૂરી

August 4, 2018 at 8:14 pm


શરૂઆતમાં તેને પાયલોટ પ્રોજેક્ટ તરીકે એવા રાજ્યોમાં લાગુ કરાશે જે સ્વેચ્છાએ આનો અમલ કરવા ઇચ્છે છે.

રૂપે કાર્ડ અને ભીમ એપથી ચુકવણી પર ટેક્સના 20% કેશબેક મળશે, જીએસટી કાઉન્સિલે આપી મંજૂરી

જીએસટી કાઉન્સિલે રુપે કાર્ડ અને ભીમ એપથી ચુકવણી કરવા પર ટેક્સમાં 20% (મહત્તમ 100 રૂપિયા)ની છૂટ આપવાના પ્રસ્તાવને શનિવારે મંજૂરી આપી હતી. આ છૂટ કેશબેકના રૂપમાં આપવામાં આવશે. શરૂઆતમાં તેને પાયલોટ પ્રોજેક્ટ તરીકે એવા રાજ્યોમાં લાગુ કરાશે જે સ્વેચ્છાએ આનો અમલ કરવા ઇચ્છે છે. આ બેઠક ખાસ કરીને નાના અને મઘ્યમ કારોબારીઓ (એમએસએમઇ)ની મુશ્કેલીઓ પર ચર્ચા માટે મળી હતી. એમએસએમઇને હાલમાં કોઇ રાહત નથી મળી, પરંતુ તેમના મુદ્દાઓ પર ગ્રુપ ઓફ મિનિસ્ટર્સની રચના કરવામાં આવી છે. કેન્દ્રીય રાજ્ય નાણાપ્રધાન શિવ પ્રતાપ શુક્લની અધ્યક્ષતાના આ ગ્રુપમાં દિલ્હી, બિહાર, કેરળ, પંજાબ અને આસામના નાણાપ્રધાનો સામેલ થશે. નાણાપ્રધાન પીયૂષ ગોયેલે આ જાણકારી આપી હતી.

રુપે કાર્ડ, ભીમ એપથી ચુકવણી પર કેટલું કેશબેક મળશે ?

    ચુકવણી (રૂપિયા) 	ટેક્સ (12%) 	કેશબેક (ટેક્સના 20%)
    1,000 	120 રૂપિયા 	24 રૂપિયા
    2,000 	240 રૂપિયા 	48 રૂપિયા
    3,000 	360 રૂપિયા 	72 રૂપિયા
    4,000 	480 રૂપિયા 	96 રૂપિયા

આ ગણતરી 12% જીએસટી રેટ પર કરવામાં આવી છે. ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સના ચાર સ્લેબ 5%, 12%, 18% અને 28% છે. તેમના મતે, ટેક્સ અને કેશબેક રકમ અલગ- અલગ હોઇ શકે છે.

દેશમાં આશરે 49 કરોડ રુપે કાર્ડ ધારક

2016-17ની સરખામણીમાં 2017-18માં રુપે કાર્ડ મારફત ટ્રાન્ઝેક્શનમાં 135% વધારો નોંધાયો છે. નાણાકીય વર્ષ 2018માં 46 કરોડ લોકોએ પૉસ મશીનોમાં રુપે કાર્ડનો ઉપયોગ કર્યો. 2016-17માં આ આંકડો 19.5 કરોડ રહ્યો હતો. સરકારે 30 ડિસેમ્બર 2016ના રોજ ભીમ એપ લોન્ચ કરી હતી. પહેલી જાન્યુઆરી 2018 સુધી 2.26 કરોડ લોકોએ ભીમ એપ ડાઉનલોડ કરી.

Comments

comments

VOTING POLL