‘રૂડા’માં ઉદ્યાેગપતિઆેનો પોકારઃ શાપર-વેરાવળને સુવિધા ક્યારે ?

December 6, 2018 at 4:45 pm


રાજકોટ અર્બન ડેવલપમેન્ટ આેથોરિટી (રૂડા) કચેરી દ્વારા ફક્ત રાજકોટની તØન નજીકના વિસ્તારોને જ સુવિધા આપવામાં આવી રહી છે પરંતુ શહેરથી પાંચ કિલોમીટર કે તેથી વધુ દૂરના શાપર-વેરાવળ સહિતના વિસ્તારોમાં સુવિધાઆે આપવામાં પાછીપાની કરવામાં આવી રહી હોય તાજેતરમાં શાપર-વેરાવળ ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા આ અંગે રૂડા બોર્ડના સભ્યને રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

વિશેષમાં રૂડા બોર્ડના સભ્યોને કરેલી રજૂઆતમાં શાપર-વેરાવળ ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશનના ચેરમેન રમેશભાઈ ટીલાળા સહિતના ઉદ્યાેગપતિઆેએ જણાવ્યું છે કે, શાપર-વેરાવળ ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં અંદાજે 3000થી વધુ ફેક્ટરીઆે કાર્યરત છે. વિજળી માટે ચાર સબ સ્ટેશન છે તેમજ ફેક્ટરીઆે અને ઘર વપરાશના ગેસ માટે જીએસપીસીની ગેસ પાઈપલાઈન ઉપલબ્ધ છે. 20 ચો.મી.માં પથરાયેલ શાપર વેરાવળ આૈદ્યાેગિક ઝોનને લાગુ રિબડા, પારડી, ઢોલરા, ગુંદાસરા, પડવલા, લોઠડા, પીપળીયા સહિતના ગામોની સરહદો જીઆઈડીસી ઝોન સાથે જોડાયેલી છે. શાપર-વેરાવળ આૈદ્યાેગિક ઝોન 1.65 લાખથી વધુ લોકોને રોજગારી આપે છે. શાપર-વેરાવળની હદ રાજકોટ શહેરથી 15 કિલોમીટર દૂર છે ત્યારે આ વિસ્તાર માટે તાત્કાલિક અસરથી ફાયરબ્રિગેડ સ્ટેશન બનાવવાની જરૂરિયાત છે. અવાર-નવાર આગના બનાવો બની રહ્યા છે ત્યારે રાજકોટથી ફાયરબ્રિગેડ પહાેંચે ત્યાં સુધીમાં આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂકી હોય છે તેવું અનેકવાર બન્યું છે આથી ફાયર સ્ટેશન માટે જમીન આપવા માગણી છે. અગાઉ રૂડા દ્વારા મોજે શાપર , તા.કોટડા સાંગશણીના રેવન્યુ સર્વે નં.272 પૈકી એકની 35 ટકા કપાત અંતર્ગત થયેલી કુલ કપાત પૈકીના રિઝર્વેશનમાં આવેલ 3134 ચોરસમીટરની સત્તામંડળની માલિકીની જમીનમાં ફાયર સ્ટેશનનો વિકાસ કરવા ઠરાવ કરવામાં આવેલ છે પરંતુ આ અંગેની કોઈ અમલવારી થઈ નથી.

રજૂઆતમાં વધુમાં ઉમેર્યું છે કે શાપર વેરાવળ વિસ્તારમાં કાર્યરત અનેક ફેક્ટરીઆેમાં કંપનીઆેની બોર્ડમિટિંગ બોલાવવા, ટ્રેનિંગ, સેમિનાર, વર્કશોપ વિગેરે યોજવા માટે 500થી 1500 લોકો એકત્રિત થઈ શકે તેવી ક્ષમતાનો કોન્વોકેશન હોલ બનાવી આપવા પણ માગણી છે.

રૂડા દ્વારા હાલમાં બીજા રિ»ગરોડનું કામ ચાલી રહ્યું છે તે અંતર્ગત પાળ રોડથી ગાેંડલ રોડ સુધીનો રિ»ગરોડ ખુલ્લાે મુકવામાં આવે તો શાપર-વેરાવળ, મેટોડા, રાજકોટ ક્રિષ્ના પાર્ક ચોકડીથી ટ્રાફિક સમસ્યા હળવી થઈ શકે અને સિટીના ટ્રાફિકમાં ઘટાડો થઈ શકે આથી પાળ ગામથી ગાેંડલ રોડ સુધીનો રિ»ગરોડ વહેલામાં વહેલી તકે ખુલ્લાે મુકવામાં આવે તેવી પણ માગણી કરવામાં આવી હતી.

Comments

comments

VOTING POLL