‘રૂડા’માં કોમનમેન માટે પ્રવેશ રજિસ્ટરઃ બિલ્ડર્સ અને ડેવલપર્સને બેકડોર એન્ટ્રી !

December 6, 2018 at 4:41 pm


રાજકોટ અર્બન ડેવલપમેન્ટ આેથોરિટી (રૂડા) કચેરીમાં પ્રવેશવા માટે સામાન્ય નાગરિકો, ફરિયાદીઆે, અરજદારો અને માલેતુજારો માટેના નિયમો અલગ અલગ છે. રૂડા કચેરીના પ્રવેશદ્વારમાં લિફટ પાસે જ કોમનમેન માટે પ્રવેશ રજિસ્ટર રાખવામાં આવ્યું છે. કોમનમેન એ કચેરીમાં પ્રવેશતાં પૂર્વે પોતાનું નામ, સરનામું, સંપર્કનંબર, કોને તેમજ શા માટે મળવું છે ? તે સહિતની વિગતો મુલાકાતી પ્રવેશ રજિસ્ટરમાં લખ્યા બાદ જ કચેરીમાં પ્રવેશવા દેવામાં આવે છે. બીજી બાજુ માલેતુજાર બિલ્ડર્સ અને ડેવલપર્સને કચેરીમાં બેકડોર એન્ટ્રી આપવામાં આવી રહી છે. બિલ્ડર્સ અને ડેવલપર્સ જ્યારે રૂડા કચેરીમાં પ્રવેશે ત્યારે તેમને કોઈ પૂછતું કે રોકતું નથી. જ્યારે સામાન્ય નાગરિકોની તો પોલીસ વોન્ટેડ આરોપીની રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરે તેવી પૂછપરછ કરવામાં આવે છે !

વિશેષમાં રૂડા કચેરીમાં આવતાં અરજદારો, મુલાકાતીઆે, ફરિયાદીઆે વિગેરેએ વ્યથા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, કોઈ પણ પ્રકારનો કાયદો કે નિયમ હોય તે ભારતીય બંધારણ અને લોકશાહી પ્રણાલી મુજબ દરેકને સમાન રીતે લાગુ પડતો હોય છે પરંતુ રૂડામાં સામાન્ય અરજદારો જ્યારે આવાસ યોજનાના ફોર્મને લગતી પૂછપરછ કરવા માટે કે આવાસ યોજનાની ડિપોઝીટ કયારે પરત મળશે તે જાણવા માટે આવે ત્યારે તેમના નામ-સરનામા સહિતની વિગતો રજિસ્ટરમાં લખ્યા બાદ જ તેમને કચેરીમાં પ્રવેશવા દેવામાં આવે છે. જ્યારે કોઈ માલેતુજાર જમીનદારો, બિલ્ડર્સ, ડેવલપર્સ કે અન્ય કોઈ શ્રીમંતો કચેરીમાં પૂછપરછ માટે આવે તો તેમને કોઈ રોકતું નથી.

Comments

comments

VOTING POLL