‘રૂડા’ બોર્ડમાં બાંધકામ લેબર સેસમાં ત્રણગણો અને ડેવલપમેન્ટ ચાર્જમાં બમણો વધારો મંજૂર

May 29, 2018 at 4:45 pm


રાજકોટ અર્બન ડેવલપમેન્ટ આેથોરિટી (રૂડા) કચેરીમાં આજે મળેલી બોર્ડ મિટિંગમાં બાંધકામ પર વસૂલાતી લેબર સેસમાં ત્રણ ગણો અને ડેવલપમેન્ટ ચાર્જમાં બમણો વધારો મંજૂર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત અન્ય 12 દરખાસ્તોને લીલીઝંડી આપવામાં આવી હતી. વિશેષમાં આ અંગે રૂડાના ચીફ એક્ઝિક્યુટીવ આેફિસર પી.બી.પંડયાએ ‘આજકાલ’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કુલ 12 દરખાસ્તોને બહાલી આપવામાં આવી હતી જેમાં મહત્ત્વપૂર્ણ દરખાસ્તોમાં (1) લેબર સેસ હાલ સુધી પ્રતિ સ્કવેર મીટરદીઠ રૂા.30 મુજબ વસૂલાતી હતી તેમાં ત્રણ ગણો વધારો કરી રૂા.100 વસૂલવાનું મંજૂર કરાયું છે. (2) ડેવલપમેન્ટ ચાર્જ પ્રતિ સ્કવેર મીટર દીઠ રૂા.2 અને 4 મુજબ વસૂલાતો હતો તે હવેથી બમણો વસૂલવાનું મંજૂર કરાયું છે. તેમણે ભારપૂર્વક ઉમેર્યું હતું કે, બાંધકામના ભાવો પણ વધ્યા હોય જૂના દર રિવાઈઝડ કરવામાં આવ્યા છે. ખાસ કરીને એ.જી.આેડિટ અંતર્ગત મળેલી સુચનાનું પાલન કરવાના હેતુથી લેબર સેસ અને ડેવલપમેન્ટ ચાર્જ વધારવામાં આવ્યા છે. આ ઉપરાંત આકિર્ટેક્ટસ અને એન્જિનિયર્સ પાસેથી નવા જીડીસીઆર મુજબ ફી વસૂલવા તેમજ રૂડાના 19 કર્મચારીઆેને સાતમા પગારપંચનો લાભ આપવાની દરખાસ્તોને પણ લીલીઝંડી આપી દેવાઈ છે. રૂા.15 લાખના ખર્ચે પોલીસ તંત્રને ટોIગ વાન આપવા, વર્ષ 2017-18ના હિસાબોને બહાલી આપવા અને વર્ષ 2018-19ના બજેટને મંજૂર કરવા સહિતની તમામ 12 દરખાસ્તો મંજૂર કરવામાં આવી હતી. ચાલુ નાણાકીય વર્ષ 2018-19ના વષµમાં રૂડાની કુલ આવક રૂા.297 કરોડ અને તેની સામે ખર્ચ માટે રૂા.314 કરોડની જોગવાઈ બજેટમાં દશાર્વાઈ છે તેમ સીઈઆેએ ઉમેર્યું હતું.

Comments

comments

VOTING POLL