‘રૂડા’ વિસ્તારમાં લગ્ન કરનાર નવદંપતીને મહાપાલિકામાંથી મેરેજ સટિર્ફિકેટ નહી મળે

December 7, 2018 at 4:06 pm


રાજકોટની ભાગોળે ‘રૂડા’ હેઠળના વિસ્તારોમાં આવેલા પાર્ટીપ્લોટસ, હોટેલ્સ, મોટેલ્સ, રિસોર્ટ, ફાર્મહાઉસ વિગેરેમાં લાખેણા લગ્ન સમારોહ યોજનારા પરિવારોને લગ્ન બાદ મેરેજ રજિસ્ટ્રેશન સટિર્ફીકેટ મેળવવા મહાપાલિકા કચેરીના ધરમધક્કા થઈ રહ્યા છે. રાજકોટની હદ બહાર લગ્ન સમારોહ યોજાયો હોય તો નિયમાનુસાર મહાપાલિકામાંથી મેરેજ સટિર્ફિકેટ મળી શકે નહી. અધિકારી સૂત્રોએ જણાવ્યું હતું કે રાજકોટ શહેરની હદ બહાર રૂડા વિસ્તારમાં લગ્ન સમારોહ યોજાયો હોય તો સંબંધિત હદ વિસ્તારની ગ્રામ પંચાયતમાં તલાટી મંત્રી સમક્ષ અરજી કરી જે-તે ગ્રામ પંચાયતમાંથી જ નિયમાનુસાર મેરેજ રજિસ્ટ્રેશન સટિર્ફિકેટ મેળવવાનું રહેશે.


‘રૂડા’ કચેરીમાં નવયુગલોના આંટાફેરા!
રાજકોટ મહાપાલિકાએ અરજીઆે રિજેક્ટ કરતાં તાજેતરમાં અમુક નવયુગલોએ રૂડા કચેરીમાં આંટાફેરા શરૂ કરતાં ભારે આòર્ય સજાર્ઈ ગયું હતું. સામાન્ય રીતે જ્યાં આગળ બિલ્ડર્સ-ડેવલપર્સ અને આકિર્ટેક્ટસ જ જોવા જ મળતાં હોય છે તેવી રૂડા કચેરીમાં નવયુગલો મેરેજ રજિસ્ટ્રેશનની અરજી કર્યા કરવાની તેવી પૂછપરછ માટે આવી પહાેંચતાં કચેરીમાં હાસ્યનું મોજું ફરી વળ્યાનું ‘રૂડા’ના સૂત્રોએ જણાવ્યું હતું !

મહાપાલિકાએ અરજીઆે રિજેક્ટ કરતાં દોડધામ
રાજકોટ શહેરની હદ બહાર કાલાવડ રોડ, 150 ફૂટ રિ»ગરોડ, રિ»ગરોડ-2, જામનગર રોડ, મોરબી રોડ, અમદાવાદ હાઈ-વે, ભાવનગર રોડ, ગાેંડલ રોડ વિગેરે સહિતના વિસ્તારોમાં આવેલા પાર્ટીપ્લોટસ, હોટેલ, મોટેલ, રિસોર્ટ કે ફાર્મ હાઉસમાં લગ્ન સમારોહ યોજ્યો હોય તેવી તમામ અરજી મહાપાલિકા દ્વારા રિજેક્ટ કરાઈ છે. અધિકારી સૂત્રોએ જણાવ્યું હતું કે રાજકોટ શહેરની હદમાં લગ્ન યોજાયા હોય અને પૂરાવારૂપે કંકોતરીમાં સરનામું તેમજ લગ્ન માટેના હોલ કે વાડીની પહાેંચ રજૂ કર્યે જ મહાપાલિકા મેરેજ સટિર્ફીકેટ આપી શકે છે !

Comments

comments