રૂપિયાના અવમુલ્યને રોકવા ટૂંક સમયમાં જ મિટિંગ થશે

September 12, 2018 at 7:33 pm


ડોલર સામે રૂપિયામાં સતત ઘટાડો થઇ રહ્યાાે છે. આ સપ્તાહના છેલ્લા ગાળામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇકોનાેમિક રિવ્યુની મહત્વપૂર્ણ બેઠક બાેલાવી શકે છે જેમાં રૂપિયાના અવમૂલ્યને રોકવા માટે જુદા જુદા પગલા પર વિચારણા કરવામાં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે. જાણકાર લોકોનું કહેવું છે કે, સરકાર પેટ્રાેલિયમ પેદાશોની વધતી જતી કિંમતાેમાં ધ્યાન આપીને કોઇ મોટી જાહેરાત પણ કરી શકે છે. ચાલુ ખાતાકીય ખાધ અને ચીન-અમેરિકામાં ટ્રેડવોરના પરિણામ સ્વરુપે રૂપિયામાં ઘટાડો થઇ રહ્યાાે છે. નાણાંકીય વર્ષના આ ત્રિમાસિક ગાળામાં વતૅમાન ખાતાકીય જીડીપીનાે આંકડો 2.4 ટકા થઇ ગયો છે જે આશરે 16 અબજ ડોલરની આસપાસનાે છે. મૂડીના રિપાેર્ટમાં કહેવામાં આવ્યું છે કે, નાણાંકીય વર્ષ 2019માં ભારતના સીએડી જીડીપીનાે આંકડો 2.5 ટકા થશે. આજે સવારે કારોબાર શરૂ થયા બાદ ડોલર સામે રૂપિયામાં અફડાતફડી રહી હતી. રિપાેર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સરકાર આરબીઆઈની સાથે મળીને એનઆરઆઇ માટે ડિપાેઝિટ સ્કીમની જાહેરાત કરી શકે છે જેના પરિણામ સ્વરુપે મુદ્રાના વિદેશી પ્રવાહમાં તેજી આવશે અને રૂપિયામાં સુધારો થશે. પહેલી આેગસ્ટથી પેટ્રાેલ અને ડીઝલની કિંમતાેમાં વધારો થઇ રહ્યાાે છે જેના માટે રૂપિયામાં થઇ રહેલા ઘટાડાને પણ જવાબદાર ગણવામાં આવે છે. કેટલાક લોકો આને 50 ટકા સુધી જવાબદાર ગણે છે. ડોલરની સરખામણીમાં ભારતીય બાસ્કેટ ત્રણ ટકા માેંઘો છે. છેલ્લા 40 દિવસના ગાળામાં તેલની આયાતમાં ત્રણ ગણો વધારો થઇ ચુક્યો છે. આગામી દિવસાેમાં આ વધુ વધારો થઇ શકે છે. રૂપિયાના અવમુલ્યને રોકવા માટે સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યાા છે. આના ભાગરુપે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ##352;થક રિવ્યુની બેઠક બાેલાવવામાં આવનાર છે.

Comments

comments

VOTING POLL