રૂપિયાની સાથે રાજકારણીઆેની દાનત પણ ડાઉનઃ માેંઘવારી બેકાબૂ, અર્થતંત્ર ડામાડોળઃ લોકોનું ધ્યાન બીજે દોરવાનું મહાપાપ માેંઘું પડશે

July 2, 2018 at 7:51 pm


દેશનું અર્થતંત્ર ખરેખર ભારે મુસીબતોમાંથી પસાર થઈ રહ્યું છે. એક નહી બલ્કે અનેક પડકારો સામે મોઢું ફાડીને ઉભા છે પરંતુ આપણા રાજકારણીઆે અને શાસકોને આપવડાઈ, મોટી મોટી વાતો અને લોકોને ઉંુ બનાવતી જાહેરાતો કરવામાંથી ફુરસત મળતી નથી. શાસક અને વિપક્ષને એકબીજાને પછાડવામાં જેટલો રસ છે તેટલો અર્થતંત્રને ઉગારવામાં નથી અને આ બંનેને જનતાની ખરેખર કંઈ પડી નથી તે વાતની અનુભુતિ વારંવાર થયા કરે છે અને લોકોમાં રાજકારણીઆે પ્રત્યે નફરતનો રંગ વધુ ઘાટો થતો જાય છે. માેંઘવારીએ માઝા મુકી છે, પેટ્રાેલ અને ડીઝલના ભાવ ઘટવાના નથી તેની ખાતરી લોકોને ગળા સુધીની છે. વડાપ્રધાને નાણામંત્રી તરીકે એક એવા અપરિપકવ, અર્થતંત્ર માટે ઠોઠ નિશાળીયા માણસને આપણી માથે ઠોકી બેસાડયા હતાં કે તેની પાસે અર્થતંત્રને ઉગારવા માટેનું પોતાનું કોઈ વિઝન જ નહોતું. માત્ર મોટી મોટી વાતોની ડંફાશો મારવા સિવાય આ માણસ બીજું કશું કામ કરી શકતો નથી. હજુ હમણાં જ રૂપિયાએ ડોલર સામે જે શરણાગતિ સ્વીકારી હતી તે ખરેખર આંચકાજનક છે. વિક્રમી નીચી સપાટી રૂપિયાએ દેખાડી છે છતાં આપણા શાસકો અને રાજકારણીઆે મોટી મોટી વાતોના બણગાં ફૂંકવામાંથી નવરા પડતા નથી. લોકોનું ધ્યાન બીજે દોરવાના મલીન આશય સાથે આ લોકો એક યા બીજા બિનજરૂરી મુદ્દાઆે ચગાવતા રહે છે અને તેના પર ધરાર વિવાદ પેદા કરવાનો પ્રયાસ કરતાં રહે છે. શાસક અને વિપક્ષ બન્નેની આ ખંધી ચાલ એક દિવસ એમના જ ગળામાં વિંટાઈ જવાની છે તેમાં કોઈ શંકા નથી કારણકે યે પિબ્લક હૈ સબ જાનતી હૈ…
અરૂણ જેટલીએ કોઈપણ જાતની શરમ રાખ્યા વગર કે હિન્દુસ્તાનની ગરીબ જનતા સાથે વિવેકી ભાષામાં વાત કરવાને બદલે સોઈ ઝાટકીને એમ કહી દીધું હતું કે પેટ્રાેલ-ડીઝલનો ભાવ ઘટશે નહી અને તેના પરની ડયુટી ઘટાડવામાં આવશે નહી. આ માણસને પ્રજાદ્રાેહ કરવાનો જાણે પીળો પરવાનો મળ્યો હોય તેવી રીતે આંચકાજનક નિવેદનો તેના આવતા રહે છે. આ માણસમાં બિલકુલ પરિપકવતા નથી અને કોઈ ગંભીરતા નથી. બે દિવસ પહેલા અરૂણ જેટલીએ વધુ પડતી બુધ્ધિનું પ્રદર્શન કરીને એમ કહ્યું હતું કે સ્વીસમાં જેટલા નાણાં પડયા છે એ બધા કંઈ બ્લેક નથી. નાણામંત્રી પિયુષ ગોયલે એવી જાહેરાત કરી હતી કે 2019માં અમે સ્વીસ સત્તાવાળાઆે પાસેથી બ્લેકમનીનો તમામ ડેટા મેળવી લેશું અને કયા ભારતીયના કેટલા રૂપિયા ત્યાં છે તેની બધી જાણકારી અમને મળી જશે. પિયુષ ગોયલના આ નિવેદન બાદ અરૂણ જેટલીએ બુધ્ધિનું દેવાળું ફુંકતું નિવેદન કર્યુ હતું.
રૂપિયો ડોલરની સામે ધડામ થયો છે તો તેના માટે જવાબદાર કોણ છેં તેવો પ્રñ લોકો કરે તો તે સ્વાભાવિક છે. રૂપિયાની સામે ડોલરની ડિમાન્ડ ગજબનાક છે. નિષ્ણાતો એમ કહે છે કે ભારતમાં આગામી દિવસોમાં આ ડિમાન્ડ યથાવત જ રહેશે. ડોલર અને રૂપિયાના એકસચેન્જ રેટ પર તેની ભારે ઘાતકી અસર થવાની છે. અત્રે એ વાતની નાેંધ લેવી પડશે કે યુનાઈટેડ નેશન્સ કોન્ફરન્સ આેન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ દ્વારા તાજેતરમાં જ એવો અહેવાલ અપાયો છે કે ભારતમાં સીધું વિદેશી રોકાણ 29 ટકા જેટલું ઘટી ગયું છે. આ ઘટાડો 2012માં થયો હતો અને તે હજુ પણ ચાલુ જ રહ્યાે છે. ડોલર જયારે એફડીઆઈ મારફત ભારતમાં આવે છે ત્યારે રૂપિયાથી તેનું એકસચેન્જ કરવાની જરૂર પડે છે. આમ છતાં ડોલર વેચાય છે અને રૂપિયો ખરીદાય છે.
દેશમાં ખેડૂતો, મજૂરો, શ્રમિકો બિનસંગઠિત ક્ષેત્રના કામદારોની હાલત કફોડી છે અને સરકાર સામે એમને ભયંકર અસંતોષ છે. સૌરાષ્ટ્રમાં પણ ખેડૂતોનો રોષ વારંવાર આંદોલનના રૂપમાં જોવા મળી રહ્યાે છે. આખા દેશમાં આવી જ હાલત છે. અર્થતંત્રની સ્થિતિ સારી નથી છતાં ગાઈ વગાડીને એવા નિવેદનો કરવામાં આવી રહ્યા છે કે અર્થતંત્ર દોડી રહ્યું છે અને વૃધ્ધિદરમાં વધારો થવાનો છે. એકબાજુ રાંધણગેસના ભાવ વધી રહ્યા છે, સબસીડીવાળા અને નોનસબસીડીવાળા સિલીન્ડરોના ભાવમાં વધારા થઈ રહ્યા છે. કઈ એવી ચીજ છે જેમાં ભાવવધારો થતો નથી તે ખરેખર એક કોયડો છે. ચૂંટણી આવતી હોય ત્યારે પાણી પહેલા પાળ બાંધવા માટે બદનામ આ રાજકારણીઆે લોકોની પાયાની સમસ્યાઆેને ઠોકર મારીને એમનું ધ્યાન બીજે દોરવાના પાપ કરે છે અને બિનજરૂરી મુદાઆેને દેશમાં ચગાવીને અશાંતિ સર્જવાનું મહાપાપ આચરે છે. આ લોકોને ખરેખર હિન્દુસ્તાનની ગરીબ જનતાની કે સામાન્ય મધ્યમવર્ગની કંઈ પડી નથી. શાસક અને વિપક્ષ બન્ને એક જ નદીના માછલા છે. જેવા આગલા છે તેવા જ પાછલા છે. રાહુલ ગાંધીમાં કંઈ દાડા વળે એમ નથી. રાહુલ ગાંધી ધારે તો અર્થતંત્રના મુદા પર અને માેંઘવારીના મુદા પર દેશ આખો ગજાવીને ગરીબોના અવાજને વાચા આપી શકે છે પરંતુ તેનું લેવલ હજુ સુધી અહી પહાેંચ્યું નથી તેવું લાગે છે. કાેંગ્રેસ પાસે કોઈ પરિપકવ નેતા જ નથી. જે હોશિયાર અને વફાદાર અને જૂના નેતાઆે છે તેને કાેંગ્રેસ આગળ વધવા દેવા માગતી નથી. આ તેની ખાનદાની પરંપરા છે અને આ પરંપરાને તોડવાનું સાહસ તેઆે કરવા તૈયાર નથી.
2019માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે મુખ્યપક્ષો ભાજપ અને કાેંગ્રેસ એકબીજાની સામે અત્યારથી જ કાદવ ઉછાળવાની મેલી રમતમાં પરોવાઈ ગયા છે. કદાચ તેઆે એક વાત ભુલે છે કે સમાચાર ચેનલો પર લોકો એમને જોઈ અને સાંભળી રહ્યા છે અને અખબારોમાં એમને વાંચી રહ્યા છે. પિબ્લકના બેઝિક સવાલો તરફ જો આ લોકો લક્ષ્ય નહી આપે તો પિબ્લક બન્નેને સજા કરશે તેમ માનવામાં પણ કશું ખોટું નથી.

Comments

comments

VOTING POLL