રૂપિયાની ‘સારવાર’ માટે એનઆરઆઈની મદદ લઈ શકે છે સરકાર

September 11, 2018 at 11:04 am


સતત ઘસાતાં જઈ રહેલા રૂપિયાની સારવાર માટે કેન્દ્ર સરકાર હવે જૂનો-પૂરાણો અને અજમાવેલો નુસ્ખો ફરીથી અપનાવવા માટે વિચારણા કરી રહી છે. આ નુસ્ખો પ્રવાસી ભારતીયો પાસે ડોલર જમા કરાવવાનો હોઈ શકે છે. આ માટે સરકાર આવનારા દિવસોમાં એનઆરઆઈ ડિપોઝીટ સ્કીમ લોન્ચ કરવાના વિકલ્પ ઉપર વિચારણા કરી રહી છે. બીજો વિકલ્પ સરકારી બેન્કો દ્વારા એનઆરઆઈ બોન્ડસ જારી કરવાનો પણ હોઈ શકે છે. સરકાર અને રિઝર્વ બેન્ક ટૂંક સમયમાં જ આ અંગે પગલાં ઉઠાવી શકે છે.
ડોલરના મુકાબલે રૂપિયો સોમવારે 72 પૈસા તૂટીને 72.46 રૂપિયા પ્રતિ ડોલરના સ્તરે પહાેંચી ગયો હતો. 2018માં અત્યાર સુધી ડોલરના મુકાબલે રૂપિયાનું મૂલ્યમાં 13 ટકાનો ઘટાડો આવી ચૂક્યો છે. ક્રૂડ આેઈલનો ભાવ વધવાને પગલે ચાલું ખાતાની ખાધ સતત વધવાને કારણે રૂપિયાના મૂલ્યમાં સતત ઘટાડો આવી રહ્યાે છે. રૂપિયાને વધુ તૂટતો અટકાવવા માટે આરબીઆઈ પોતાના વિદેશી મુદ્રાના ભંડારનો ઉપયોગ કરી શકે છે પરંતુ તાજેતરના દિવસોમાં જોવામાં આવ્યું કે કેન્દ્રીય બેન્ક આવું કરવાને લઈને ખાસ ઉત્સાહિત નથી.
આ જ કારણ છે કે સરકારને વિદેશી મુદ્રા એકત્ર કરવા માટે આ પ્રકારના વિકલ્પો ઉપર વિચાર કરવો પડી રહ્યાે છે. આ પહેલાં પણ વિદેશી મુદ્રા ભંડાર વધારવા માટે સરકાર આ રસ્તો અજમાવી ચૂકી છે. 1998માં પરમાણુ પરિક્ષણ અને ત્યારબાદ 2013માં પણ આ પ્રકારનું પગલું ઉઠાવવામાં આવ્યું હતું. તેનાથી ડોલરનો પ્રવાહ વધ્યો હતો અને રૂપિયાને મજબૂત બનાવવામાં પણ મદદ મળી હતી.
સૂત્રોએ કહ્યું કે સરકાર અને રિઝર્વ બેન્ક પ્રત્યેક વિકલ્પ ઉપર વિચાર કરી રહ્યા છે. આરબીઆઈએ હાલના મહિનામાં રૂપિયાને બચાવવા માટે અનેક પગલાં ઉઠાવ્યા છે.

Comments

comments

VOTING POLL