રૂપિયાનું ‘રિવર્સ ગિયર’ બગડયું !: ડોલર સામે 72.91ની સપાટીએ

September 12, 2018 at 11:09 am


ભારતીય રૂપિયાનું જાણે કે ‘રિવર્સ ગિયર’ બગડી ગયું હોય તેવી રીતે ડોલર સામે પાછો પડવાનું નામ જ લેતો નથી અને ઘસારો સતત યથાવત રહ્યાે છે. હાલ રૂપિયો ડોલરના મુકાબલે 11 પૈસાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યાે છે. આ ઘટાડા સાથે તે 72.91ના સ્તરે પહાેંચી ગયો છે અને રૂપિયામાં આ સૌથી મોટો ઘટાડો છે. બીજી બાજુ શેરબજારમાં સામાન્ય ઉછાળો જોવા મળ્યો હતો અને સેન્સેક્સ 44 તથા નિફટી 6 પોઈન્ટ ઉછળ્યો હતો.
ડોલરના મુકાબલે રૂપિયાનો ઘસારો સતત યથાવત રહેવા પામ્યો છે. કારોબારી સપ્તાહના ત્રીજા દિવસે રૂપિયાએ ઐતિહાસિક ઘટાડા સાથે કારોબારની શરૂઆત કરી છે. આજે ખુલતી બજારે ડોલરના મુકાબલે રૂપિયો 72.80ના સ્તરે ખુલ્યો હતો. જો કે થોડી જ વારમાં તેમાં ઘટાડો વધી ગયો હતો. આ પહેલાં મંગળવારે રૂપિયાએ કારોબારની શરૂઆત તો મજબૂત કરી હતી પરંતુ કારોબાર દરમિયાન તેમાં સતત ઘટાડો થયો હતો જેના કારણે તે 72.73ના સ્તરે પહાેંચી ગયો હતો.
જો કે કારોબાર ખતમ થવા સુધીમાં રૂપિયો થોડો સુધર્યો હતો અને 72.69ના સ્તરે બંધ થવામાં સફળ થયો હતો. સોમવારના મુકાબલે રૂપિયો 24 પૈસાના ઘટાડા સાથે બંધ થયો હતો. સોમવારે રૂપિયો 72.45ના સ્તરે હતો. આ વર્ષે રૂપિયામાં અત્યાર સુધીમાં 14 ટકાનો ઘટાડો આવી ચૂક્યો છે અને હજુ તે યથાવત જ રહ્યાે છે.

Comments

comments

VOTING POLL