રૂપિયો ધડામઃ 72.18ના સ્તરે પહાેંચ્યોઃ શેરબજારમાં પણ મંદીનો માહોલ

September 10, 2018 at 11:04 am


ડોલરના મુકાબલે રૂપિયાની કમજોરી આેછું થવાનું નામ લેતી નથી ત્યારે હજુ પણ તેનો ઘસારો યથાવત જ રહેવા પામ્યો છે. આજે ઉઘડતી બજારે રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે ખુલ્યો છે. ડોલરના મુકાબલે રૂપિયો આજે 45 પૈસા તૂટીને 72.18ના સ્તરે ખુલ્યો છે. જ્યારે પાછલા કારોબારી દિવસે રૂપિયો 71.73ના સ્તરે બંધ થયો હતો.

બીજી બાજુ શેરબજારમાં પણ આજે સુસ્ત માહોલ જોવા મળ્યો હતો અને સેન્સેક્સ 180 તો નિફટી 28 પોઈન્ટ નબળો પડયો હતો.

બેન્કીગ, આેટો, એફએમસીજી, રિયલ્ટી, આેઈલ એન્ડ ગેસ તથા પાવર શેરોમાં વેચવાલી જોવા મળી રહી છે. જોકે આઈટી, મેટલ અને ફામાર્ શેરોમાં ખરીદારી જોવા મળી રહી છે.

બજારમાં કારોબાર દરમિયાન દિગ્ગજ શેરોમાં યેસ બેન્ક, અલ્ટ્રાટેક સિમેન્ટ, ઈન્ડિયા બુલ્સ હાઉસિંગ, પાવર ગિ્રડ, હિરો મોટો, કોટક મહિન્દ્રા બેન્ક અને આેએનજીસી નબળા પડયા છે. જ્યારે એક્સિસ બેન્ક, ઈન્ફોસિસ, લ્યુપિન, ભારતી એરટેલ, એચસીએલ ટેક, વિપ્રાે, ટાટા સ્ટીલ અને અદાણી પોર્ટસ મજબૂત બન્યા છે.

મીડકેપ શેરોમાં અદાણી એન્ટરપ્રાઈઝ, એલએન્ડટી ફાયનાન્સ, હેવેલ્સ, ચોલામંડલમ અને યુબીએલ નબળા પડયા છે. સ્મોલકેપ શેરોમાં આઈએલએન્ડએફએસ ટ્રાન્સપોર્ટ, આેલસેક ટેક, મોહોતો ઈન્ડસ્ટ્રીઝ, મેકનલી ભારત અને પ્રિમીયર એક્સપ્લોસિવ નબળા પડયા છે.

Comments

comments

VOTING POLL