રૂપિયો નબળો થતાં કંપનીઆેને રૂા.100 અબજનું નુકસાન

October 11, 2018 at 10:59 am


કેર રેટિંગ્સે કરેલા અભ્યાસ મુજબ ડોલર સામે રૂપિયામાં સતત ધોવાણને કારણે કંપનીઆેને વ્યાજ પેટે વધારાના 106-128 અબજનું નુકસાન થશે. કેરના ચીફ ઈકોનોમિસ્ટ મદન સબનવીસ અને એસોસિએટ ઈકોનોમિસ્ટ સુશાંત હેડે દ્વારા કરવામાં આવેલા અભ્યાસ મુજબ અનેક કંપનીઆેએ વિદેશોમાંથી લોન (એકસટર્નલ કોમશિર્યલ બોરોIગ-ઈસીબી) લીધી છે અને તેમાં હેજિંગ ન થઈ શકે તે રીતે જ લીધી છે. આવી કંપનીઆે પર રૂપિયામાં ધોવાણની વિપરીત અસર થશે અને તેમની નફાકારકતા પર મોટી અસર થશે.

ડોલર સામે રૂપિયો ચાલુ નાણાંકિય વર્ષમાં 13.6 ટકા તૂટી ગયો છે જેને કારણે આ કંપનીઆેનો વ્યાજનો વધારાનો ખર્ચ 1-1.3 ટકા વધી ગયો છે અને તેમનો કુલ વ્યાજખર્ચ 9.3 લાખ કરોડ રૂપિયો થઈ ગયો છે. બેન્કો સહિત 2700 કંપનીઆેના સેમ્પલને આધારે આ અભ્યાસ કરવામાં આવ્યો છે. ભારતનું કુલ વિદેશી દેવું 31 માર્ચ, 2018ના રોજ 529.3 અબજ રૂપિયા હતું, જે પૈકી 202.2 અબજ રૂપિયા ઈસીબી રૂટથી છે. રિપોર્ટ મુજબ રૂપિયો નબળો પડવાથી આ કંપનીઆે 108-128 અબજ ડોરલ વધારાના ચૂકવવા પડશે અને 225 અબજ રૂપિયાની મુળ રકમ તો ખરી જ. કુલ અસર 330-350 અબજ રૂપિયાની થશે તેવો અંદાજ છે.

Comments

comments

VOTING POLL