રૂપિયો બન્યાે ચિંતાનું કારણ

July 3, 2018 at 4:39 pm


ડોલર સામે રુપિયો વધુ ગગડી રહ્યાે છે. અને આવી સ્થિતિ ચિંતાજનક કહી શકાય. દેશની આર્થિક સ્થિતિ સારી નથી, એમ પણ કહી શકાય. ભારતીય રુપિયાનું અવમૂલ્યન થાય તો તેની વેપારધંધા અને આયાતનિકાસ પર વિપરીત અસરો પડે છે. જેથી ડોલર સામે રુપિયો તૂટતો અટકાવવો જ જોઈએ. ભારત આર્થિક સુધારા કરીને વિકસતો જતો દેશ છે, અને જો રુપિયો તૂટે તો તેના માટે બરોબર નથી. જો કે આરબીઆઈ રુપિયો તૂટે નહી તે માટે ઈન્ટરવેશન કરી રહી છે, અને રુપિયો સ્થિર રહે તે માટે આરબીઆઈ અને ભારતીય નાણાં મંત્રાલય વધુ સજાગ છે.

વીતેલા સપ્તાહના ગુરુવારે ડોલર સામે રુપિયો અત્યાર સુધીના ઈતિહાસમાં પહેલી વાર 69ની સપાટી પાર કરી ગયો હતો, અન 69.10ની આૅલ ટાઈમ લોની સપાટી બનાવી હતી.આ પછી રિઝર્વ બેંક હરકતમાં આવી હતી અંત જરુરી પગલાં ઉઠાવ્યા હતા પરંતુ આ પગલા પુરેપુરા કારગત નીવડéા નથી.

રુપિયો તૂટવા પાછળના કારણો પર નજર કરીએ તો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ વધ્યા છે તેને મુખ્ય કારણ માનવામાં આવે છે. આ સિવાય કરંટ એકાઉન્ટની ડેફીસીટ વધવી, રીટેઈલ અને હોલસેલ માેંઘવારી દર વધવો પણ કારણ માનવામાં આવે છે. ભારતીય સ્ટોક માર્કેટમાં એફઆઈઆઈ સતત સેલર રહી છે. 2018ના વર્ષમાં અત્યાર સુધીમાં એફઆઈઆઈએ કુલ રુપિયા 46,000 કરોડનું વેચાણ કર્યું છે અને પોતાના દેશમાં તે નાણા લઈ ગયા છે. અમેરિકાએ ભારતને ઈરાનમાંથી ક્રૂડની આયાત બંધ કરવા બંધ કરવા કહ્યું છે, જેથી ક્રૂડના ભાવ વધવાની ભીતિ સેવાઈ રહી છે.ક્રૂડની આયાત ડોલરમાં થાય છે, જેથી દુનિયાભરમાં ડોલરની ડિમાન્ડ વધે છે, અને તેને કારણે ડોલર ઈન્ડેક્સ મજબૂત થાય છે, તેથી રુપિયો નબળો પડે છે. આમ તમામ ફેકટર નેગેટિવ થતાં ફોરેક્સ માર્કેટમાં ભારે ગભરાટનું વાતાવરણ છવાયું હતું.

વીતેલા વર્ષે ડોલર સામે રુપિયો 5.96 ટકા મજબૂત થયો હતો. પણ ચાલુ 2018ના વર્ષમાં 7 ટકાથી વધુ રુપિયો તૂટી ચુક્યો છે.હવે રિઝર્વ બેન્ક રુપિયો જાળવી રાખવા માટે પ્રયાસો કરી રહી છે ત્યારે તેમાં કેટલી સફળ થાય છે તે જોવાનું રહે છે.

Comments

comments

VOTING POLL