રૂા. 18 હજારની ઉઘરાણીના મામલે ઘાંચી યુવાનની બે શખ્સોએ નિપજાવેલી હત્યા

September 12, 2018 at 2:16 pm


જામનગરની જાંબુડી મસ્જીદ પાસે ટીબાફળીમાં રહેતા ઘાંચી યુવાન પાસે રૂા. 18 હજારની રકમની ઉઘરાણીના મામલે થયેલા મનદુઃખના કારણે ગઇ મોડી રાત્રે બે શખ્સોએ બર્ધન ચોક સીધી માર્કેટની ગોલાઇમાં ફીલ્મી ઢબે આંતરી છરી વડે હુમલો કરી નિર્મમ હત્યા નિપજાવ્યાની ફરીયાદ પોલીસમાં નાેંધાઇ છે. પોલીસે હત્યા નિપજાવનાર બંને આરોપીને ઝડપી લેવા ચક્રાે ગતીમાન કર્યા છે. જામનગરના જાંબુડી મસ્જીદ પાસે ટીબાફળીમાં રહેતા યુસુફભાઇ મહમદભાઇ માડકીયા નામના ઘાંચી યુવાને પોલીસમાં નાેંધાવેલી ફરીયાદમાં જણાવ્યુ છે કે પોતાના ભાઇ રફીક પાસે નજીર ઉર્ફે ગંઢા બાપુ તેમજ અઝરૂ મણીયાર નામના શખ્સો રૂા. 18 હજારની રકમ માંગતા હોય અને તેઆેએ અવાર નવાર આ રકમની માંગણી કરી હોવા છતા રફીક દ્વારા આ રકમ ભરપાઇ કરવામાં નહી આવતા અંગેનું મનદુઃખ રાખી બંને આરોપીઆેએ ગઇ મોડી રાત્રે બર્ધન ચોક સીધી માર્કેટની ગોળાઇમાં રફીકને આંતર્યો હતો.

દરમ્યાન અઝરૂ મણીયારે રફીકને પકડી રાખ્યો હતો અને નઝીર ઉર્ફે ગંઢા બાપુએ છરી વડે રફીકને છાતી તથા પડખામાં ઉપરા ઉપરી ઘા ઝીકી જીવલેણ ઇજા પહાેંચાડી નાશી છુટયા હતા, બાદમાં ઘવાયેલા રફીકને તાત્કાલીક જી.જી. હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો જયાં તબીબો તેમની સારવાર આરંભે તે પહેલા જ રફીકે દમ તોડયો હતો. ઘાંચી યુવાનની હત્યા નિપજયાની ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ભારે તંગદીલી જેવું વાતાવરણ સજાર્ઇ જવા પામ્યુ હતું જયારે પોલીસના પુરતો બંદોબસ્ત રહેવા પામ્éાે હતો. જી.જી. હોસ્પીટલમાં રફીક મહમદભાઇ ઘાંચી નામના યુવાને અંતિમ શ્વાસ લીધા એ વેળાએ પણ હોસ્પીટલમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થઇ જવા પામ્éા હતા, યુવાનના મૃત્યુના પગલે પરિવારજનોના આક્રંદથી વાતાવરણમાં ગમગીની છવાઇ જવા પામી હતી. આ અંગે સીટી-એ ડીવીઝનના પીઆઇ કે.કે. બુવળે બંને આરોપી નઝીર અને અઝરૂ વિરુધ્ધ આઇપીસી કલમ 302, 114, તથા જીપીએકટ 135(1) મુજબ ગુન્હો નાેંધી બંને આરોપીઆેને ઝડપી લેવા ચક્રાે ગતીમાન કર્યા છે.

Comments

comments

VOTING POLL