રેલનગર અને મોલ્ટાબેલા એપાર્ટમેન્ટમાં જુગારના બે દરોડામાં ત્રણ મહિલા સહિત 10 ઝડપાયા

February 11, 2019 at 3:34 pm


શહેરના રેલનગર અને 150 ફૂટ રીગ રોડ પર મોલ્ટા બેલા એપાર્ટમેન્ટમાં પોલીસે જુગારનો દરોડો પાડી રેલનગરમાં ત્રણ મહિલા સહિત પાંચ અને મોલ્ટા બેલા એપાર્ટમેન્ટમાં પાંચ સોની શખસોની ધરપકડ કરી રૂા.39,300ની રોકડ કબજે કરેલ છે.

રેલનગરમાં લાલ બહાદુર શાંી ટાઉનશીપ બ્લોક નં.એબી પાસે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પ્ર.નગર પોલીસે દરોડો પડી જુગાર રમતા ભાવનાબેન સવસીભાઇ ઝીઝુવાડીયા, માયાબેન રમેશભાઇ બાવળીયા, ચંદ્રીકાબેન રાજુભાઇ બારૈયા તથા ધવલ રમેશ પરમાર, આરીફ વલીભાઇ કારવાતરની ધરપકડ કરી રૂા.10,200ની રોકડ કબજે કરી છે.

બીજા દરોડામાં યુનિવસિર્ટી પોલીસે 150 ફુટ રીગ રોડ પર ગણેશ આેટો ફોર્ડના શો-રૂમ પાછળ મોલ્ટા બેલા એપાર્ટમેન્ટ સી વીગ ફલેટ નં.101માં રહેતા જગદીશ શિવલાલ રાણપરાના ફલેટમાં દરોડો પાડી જુગાર રમતા જગદીશ રાણપરા ઉ5રાંત નિલેષ મણીલાલ પાટડીયા, ભાવીન ભરત સોની, કેતન રમેશચંદ્ર શાહ અને નિલેષ રમેશ આડેસરાની ધરપકડ કરી રૂા.29,100ની રોકડ કબજે કરી હતી.

Comments

comments

VOTING POLL