રેલયાત્રી કૃપયા ધ્યાન દે: તમારી ક્ધફર્મ ટિકિટ ઉપર પરિવારનો અન્ય વ્યક્તિ મુસાફરી કરી શકશે

July 10, 2018 at 10:53 am


ઈન્ડિયન રેલવે સાથે જોડાયેલા એવા ઘરા નિયમો છે જેનાથી અત્યાર સુધી કરોડો રેલયાત્રિકો અજાણ છે. વર્ષ 1990માં રેલવે સાથે જોડાયેલો એક નિયમ એવા યાત્રિકોને સગવડ આપે છે જેમણે કોઈ કારણવશ પોતાની મુસાફરી રદ કરવી પડે છે અથવા તો પોતાની જગ્યાએ અન્ય કોઈ મુસાફરને યાત્રા પર મોકલવા માગે છે. આ નિયમમાં 1997 અને 2002માં બે વખત સંશોધન થઈ ચૂક્યું છે.
ક્યારેક-ક્યારેક એવું થાય છે કે જ્યારે લોકો પાસે રેલવેની ક્ધફર્મ ટિકિટ હોય છે પરંતુ કોઈ કારણવશ તેણે યાત્રા રદ કરવી પડે છે એવામાં જો તેઓ પોતાની જગ્યાએ અન્ય કોઈ વ્યક્તિને મોકલવા માગે છે તો તે પોતાની પાસે રહેલી ટિકિટ જે તે વ્યક્તિના નામે ટ્રાન્સફર કરાવી શકે છે. જો કે આ પ્રક્રિયા માટે 48 કલાકનો સમય નિર્ધિરિત કરવામાં આવ્યો છે.
ઈન્ડિયન રેલવેના જણાવ્યા અનુસાર સ્ટેશનોના મુખ્ય રિઝર્વેશન અધિકારીને રેલવે તંત્ર તરફથી ટિકિટ ટ્રાન્સફર કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે. તેઓ કોઈ સીટ અથવા બર્થ પર યાત્રા કરનારા યાત્રિકના નામમાં ફેરફાર કરી શકે છે.
જો ક્ધફર્મ ટિકિટવાળો વ્યક્તિ સરકારી કર્મચારી છે તો તેને ટ્રેન ઉપડયાના 24 કલાક પહેલા સુધી ટ્રાન્સફર માટે લેખિતમાં અરજી આપવી પડશે.
જો કે આ ટિકિટ માત્ર પારિવારિક સભ્યોને જ ટ્રાન્સફર કરી શકે ચે જેમાં કે માતા-પિતા, ભાઈ, બહેન, પુત્ર, પુત્રી, પતિ અને પત્નીનો સમાવેશ કરવામાં આવ્યો ચે. આ ઉપરાંત અન્ય કોઈ વ્યક્તિને આ ટિકિટ ટ્રાન્સફર કરી શકાશે નહીં. જો કે આ માટે ટિકિટ હોલ્ડરે ટ્રેન ઉપડયાના 24 કલાક પહેલા લેખિતમાં અરજી આપવી પડશે.
જો કે ક્ધફર્મ ટિકિટ પર મુસાફરી ન કરી શકવાની સ્થિતિમાં જે તે મુસાફર વિદ્યાર્થીને ટિકિટ ટ્રાન્સફર કરી શકશે. આ માટે તેણે ટ્રેન ઉપડયાના 48 કલાક પહેલા અરજી કરવાની રહેશે.
જ્યારે કોઈ ગ્રુપમાં મુસાફરી કરવાના છે અને અચાનક તેનો પ્રોગ્રામ કેન્સલ થઈ જાય તો 48 કલાક પહેલા અરજી કરી તેઓ પોતાની ટિકિટ કોઈ અન્યના નામે ટ્રાન્સફર કરાવી શકે છે.
નેશનલ ક્રેડિટ કોરના સભ્ય પણ આ સુવિધાનો લાભ મેળવી શકે છે. તેઓ 24 કલાક પહેલા (ટ્રેન ઉપડયાના) અરજી કરી પોતાની ટિકિટ અન્ય કોઈ વ્યક્તિના નામે ટ્રાન્સફર કરાવી શકે છે.

Comments

comments

VOTING POLL