રેલવેના નિયમ તોડશો તો યમરાજ ઉઠાવી જશે !

November 8, 2019 at 10:43 am


Spread the love

ભારતીય રેલવેએ પગપાળા ચાલીને રેલવે ટ્રેક પાર કરનારા લોકોને સબક શીખવવાની એક રસપ્રદ રીત અખત્યાર કરી છે. રેલવેની તમામ ચેતવણી અને કાર્યવાહી છતાં લોકો રેલવે ટ્રેક ઉપર ચાલીને એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ ઉપર પહાેંચે છે. આવા લોકોને જાગૃત કરવા અને દૂર્ઘટનાઆેને રોકવા માટે પશ્ચિમ રેલવેએ આરપીએફ સાથે મળીને ‘યમરાજ’ને તૈનાત કર્યા છે. આ ‘યમરાજ’ ટ્રેક ઉપર ચાલનારા લોકોએ ખભા પર બેસાડીને પોતાની સાથે લઈ જશે.
ભારતીય રેલવેએ પોતાના સત્તાવાર ટવીટર હેન્ડલ પર આ અંગેની તસવીરો અને વીડિયો શેયર કર્યા છે. આ તસવીરો મુંબઈની ચે. જ્યાં એક યમરાજ રેલવે પાટા પરથી પસાર થનારા લોકોને ઉઠાવીને લઈ જઈ રહ્યા છે. રેલવેએ કહ્યું કે જો લોકો નિયમોનું પાલન નહી કરે તો યમરાજ તેને ઉઠાવીને લઈ જશે.

આ તસવીરોમાં એક શખસને યમરાજના વેશમાં બતાવવામાં આવ્યો છે. એક બીજા ફોટોમાં યમરાજને રેલવે ટ્રેક પાર કરનારા યુવકને પોતાના ખભા પર ઉઠાવીને લઈ જાય છે. રેલવેએ એ સમજાવવાની કોશિશ કરી છે જો તમે ખોટી રીતે ટ્રેક પાર કરશો તો ગમે ત્યારે દૂર્ઘટનાનો શિકાર બની જશો.
રેલવેએ આ તસવીરો સાથે ચેતવણી લખી છે કે ગેરકાયદેસર રીતે ટ્રેક ક્રાેસ ન કરો કેમ કે તે જીવલેણ બની શકે છે. જો તમે આ રીતે પાટા ક્રાેસ કરશો તો સામે યમરાજ ઉભા છે. મુંબઈના પશ્ચિમ રેલવે અને આરપીએફે મળીને યમરાજ દ્વારા જાગૃતતા લાવવાનો સંદેશ આપ્યો છે.
આમ તો યમરાજનું નામ આવતાંની સાથે જ લોકોને લાગે છે કે તે પ્રાણ હરનારો છે પરંતુ ભારતીય રેલવેમાં આ યમરાજ લોકોના પ્રાણની રક્ષા કરી રહ્યા છે.