રેલવેની કમાણી 10 વર્ષમાં સાૈથી આેછી નાેંધાઈ : રિપાેર્ટ

December 2, 2019 at 8:13 pm


Spread the love

ભારતીય રેલવેની કમાણી 10 વર્ષની નીચી સપાટી ઉપર પહાેંચી ચુકી છે. રેલવેના સંચાલન રેશિયો અથવા તાે આેપરેટિંગ રેશિયો નાણાંકીય વર્ષ 2017-18માં 98.44 ટકા સુધી પહાેંચી ગયો છે. આનાે મતલબ એ થયો કે, રેલવેને 100 રૂપિયા કમાવવા માટે 98.44 રૂપિયા ખર્ચ કરવા પડી રહ્યાા છે. કેગના અહેવાલમાં આ મુજબની વાત સપાટી ઉપર આવી છે. આેપરેટિંગ રેશિયોના આંકડા સપાટી ઉપર આવ્યા બાદ રેલવેની સ્થિતિને સમજવાની બાબત સરળ બની ગઈ છે. સીધી બાબત એ છે કે, પાેતાના તમામ સંશાધનાે ઉપર રેલવેને બે ટકાની પણ કમાણી પણ થઇ રહી નથી. રેલવેની સ્થિતિને વધુ સરળ બનાવવાની પહેલ પણ કરાઈ છે.