રેલવેની ગાડી ‘પાટા’ ઉપર

February 3, 2018 at 12:10 pm


તાજેતરમાં કેન્દ્રિય બજેટની સાથે જ રેલવે બજેટન જોગવાઈઓ પણ જાહેર કરવામાં આવી હતી અને તેના ઉપરથી એવુ લાગી રહ્યું છે કે ભારતીય રેલવે સુધારાના માર્ગ પર આગળ વધી રહી છે પરંતુ તેની સામે અનેક પડકારો છે. રેલવેએ તેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કામગીરી સુધારવાની છે તથા નાણાકીય સ્થિતિ મજબૂત બનાવવાની છે. રેલવેએ સૌથી પહેલા તો તેની હાલની મિલ્કતોનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ, ફંડિંગ વધારવું જોઈએ, વિદેશી રોકાણ તથા પ્રાઇવેટ કેપિટલ આકર્ષવી જોઈએ અને ફાઇનાન્સિંગના વિવિધ મોડલ લાગુ કરવા જોઈએ. તેણે પ્રાઇવેટ સેક્ટરની કુશળતાનો ઉપયોગ કરીને પણ ક્વોલિટીના ધોરણ ઊંચે લઈ જવા જોઈએ.
રેલવેએ ટ્રેકની ક્ષમતાનો મહત્તમ ઉપયોગ થાય તેવી વ્યવસ્થા કરવી જોઈએ. હાલમાં લાંબા ગાળા સુધી ઘણા ટ્રેકને ખાલી રાખવામાં આવે છે જેથી ફાસ્ટ ટ્રેન આગળ વધી શકે. સુરક્ષા એ ભારતીય રેલવેનો નબળો પાસો છે જેના પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે. આ ઉપરાંત પુલની હાલત સુધારવી તથા કામગીરીને વધુ તાર્કિક બનાવવા પર કામ કરી શકાય. ભારતમાં માલ પરિવહનમાંથી 40 ટકા જેટલી આવક થર્મલ કોલના પરિવહન દ્વારા મેળવવામાં આવે છે. એટલે કે પરિવહનનો 50 ટકા કરતા વધારે ખર્ચ આ આઇટમ પર જાય છે. આ કથિત કોલસો 40 ટકા નોન-કોમ્બસ્ટિબલ શેલ અને રોકના સ્વરૂપમાં છે.
રેલવેએ માત્ર બેનિફિશિયેટેડ કોલનું પરિવહન કરવું જોઈએ. પરિવહન કરવામાં આવતા કોલસામાં એશનું ક્ધટેન્ટ ઘટાડીને 20 ટકાએ લાવવામાં આવે તો કોલસાના પરિવહનની અડધી ક્ષમતા રિલિઝ કરી શકાશે અને તેની જગ્યાએ હાઇ વેલ્યુ કાર્ગો જેવા કે વ્હાઇટ ગુડ્સ અને ઓટોમોબાઈલ્સનું પરિવહન કરી શકાશે. રેલવેએ અનેક વર્ષો સુધી રોકાણ ચાલુ રાખવાની જંગ યોજના જાહેર કરી છે. પરંતુ સૌથી પહેલા તો તેણે પ્રાથમિકતા નક્કી કરીને મોડ્યુલર પ્રોજેક્ટ અપ્નાવવા જોઈએ જેમાં કામ ઝડપથી થાય અને રોકાણનું વળતર પણ ઝડપથી મળે. માલ પરિવહન માટે ખાસ ફ્રેઇટ કોરિડોર, મલ્ટિ મોડલ લોજિસ્ટિક્સ પાર્ક જેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સુધારવાની જરૂર છે. પોર્ટ, ખાણો અને ઔદ્યોગિક મથકોને કનેક્ટિવિટી આપવી જોઈએ. વળતર મેળવવામાં લાંબો સમય હોય ત્યારે ઇક્વિટી અને ડેટ ફાઇનાન્સનો ઉપયોગ કરીને પ્રોજેક્ટ અમલમાં મૂકવા જોઈએ.

Comments

comments

VOTING POLL