રેલવેનો દાવો કેટલો સાચો ?

January 11, 2019 at 9:18 am


આપણા દેશમાં ટ્રેનમાં મુસાફરી કરી રહેલા લોકોને હંમેશા સલામતીનો ડર સતાવતો હોય છે અને એટલો જ ડર બહારના લોકોને પણ આવતો હોય છે..ખાસ કરીને ફાટક ઉપર ઉભેલા કે ત્યાંથી પસાર થનારા લોકો પણ ભયથી ફફડતા હોય છે. આવી સ્થિતિમાં સરકારે દાવો કર્યો છે કે, દેશમાં માનવરહિત ફાટક નાબૂદ થઇ ગયા છે. રેલવે તંત્રનો આ દાવો થોડો વધુ પડતો સાબિત ન થાય તો સારું.

રેલવેએ જાહેર કર્યું છે કે, 2014માં રેલવેના બ્રાેડ ગેજ પર લગભગ 5500 માનવ રહિત ક્રાેસિંગ હતા.પણ એન.ડી.એ.સરકાર આવ્યા પછી આ બધા ક્રાેસિંગ નાબૂદ કરી દેવામાં આવ્યા છે. રેલવેએ જાહેર કર્યું છે કે, વિશ્વના સૌથી મોટા રેલવે નેટવર્કમાંથી એક ભારતીય રેલવે હવે અનમેન્ડ લેવલ ક્રાેસિંગ મુક્ત બની ગયું છે. સરળ શબ્દોમાં કહીએ તો, રેલવેની મુખ્ય લાઈનો એટલે કે ગેજ પર હવે એક પણ રેલવે ફાટક એવો નથી જે માનવરહિત હોય. વિતેલા એક વર્ષમાં રેલવેએ દેશભરમાં 3500 માનવરહિત રેલવે ક્રાેસિંગ ખતમ કરી દીધા છે.રેલવે અનુસાર, અનમેલ્ડ લેવલ ક્રાેસિંગને હટાવવા માટે મુખ્ય રુપથી ચાર રીત અપનવવામાં આવી. સૌથી પહેલા એવા ફાટક બંધ કરી દેવામાં આવ્યા જ્યાંથી વધારે ગાડીઆે પસાર થતી હતી. આ સિવાય કેટલીક જગ્યાઆે પર એક લેવલ ક્રાેસિંગ બંધ કરીને રસ્તો બનાવી બીજા સાથે જોડી દીધો. કેટલીક જગ્યા પર સબવે, રોડ અથવા અંડર બ્રિજ બનાવવામાં આવ્યા અને માનવ રહિત ફાટક પર ગાર્ડ મુકવામાં આવ્યા. મુખ્ય લાઈન અથવા ગેજ પર હવે માત્ર એક માનવરહિત ક્રાેસિંગ ઉત્તર પ્રદેશના ઈલાહાબાદ ડિવિઝનમાં છે, જ્યાં સ્થાનિક તંત્ર સાથે આ ફાટક હટાવવા માટે સહમતિ નથી બની શકી, પરંતુ આશા છે કે, આ નાણાકીય વર્ષમાં આ કામ પુરુ થઈ જવાની આશા છે.

રેલવે મંત્રી પિયૂષ ગોયલે વર્ષ 2018-19ના ડિસેમ્બર સુધીમાં રેલવેના તમામ માનવરહિત ફાટકને ખતમ કરવાનું લક્ષ્ય રાખ્યું હતું જેથી એવા ક્રાેસિંગ પર દુર્ઘટનાને રોકી શકાય. 2014માં રેલવેના બ્રાેડ ગેજ પર લગભગ 5500 માનવ રહિત ક્રાેસિંગ હતા.

વર્ષ 2013-14માં માનવ રહિત રેલવે ક્રાેસિંગ પર 118 દુર્ઘટના સજાર્ઈ. જ્યારે વર્ષ 2017-18માં આ ઘટીને 20 થઈ. આ વર્ષે માત્ર 3 દુર્ઘટના રેલવે ક્રાેસિંગ પર થઈ. આ આંકડા સ્પષ્ટ કરે છે કે, રેલવેએ માનવરહિત ક્રાેસિંગ પર થતી દુર્ઘટના રોકવા માટે સફળતા મેળવી લીધી છે.

Comments

comments