રેલવેમાં 63 હજાર ખાલી પદો પર યુવકોની ભરતી

February 15, 2018 at 11:17 am


કેન્દ્રીય રેલવે મંત્રી પિયુષ ગોયલે એમ કહ્યું છે કે, હાઈસ્કૂલ અને આઈટીઆઈના ઉત્તિર્ણ યુવકો માટે ગ્રુપ-ડીના અંદાજે 63 હજાર પદો પર ભરતી થવાની છે.
આ પ્રકારની ભરતી પ્રક્રિયા શરૂ થવાની જાહેરાત કરતાં એમણે કહ્યું કે, યોગ્ય ઉમેદવારોએ અરજી કરવાની રહેશે. ટવીટ કરીને મંત્રીએ યુવકોને અરજી કરવા અપીલ કરી છે.
રેલવેમાં યુવકો માટે રોજગારના અવસર ખુલી રહ્યા છે તેવી આશા બંધાવીને મંત્રીએ રેલવેમાં હવે યુવકોની ભરતી પર ધ્યાન કેન્દ્રીત કરવાની જરિયાત દશર્વિી છે.
આ માટે અરજી કરવાની અંતિમ તારીખ 12 માર્ચ 2018 છે. સત્તાવાર સૂત્રોએ એવી માહિતી આપી છે કે, 62 હજાર કર્મીઓના લેવલ-વન વેતન માપદંડ પર ભરતી કરવાની પ્રક્રિયા શ થઈ હતી.
જો કે, આ ભરતી પ્રક્રિયામાં રેલવેના વિભિન્ન એકમોમાં તાલિમ લઈ રહેલા એપ્રેન્ટીસોને અગ્રતાક્રમ આપવામાં આવશે.
સ્કીલ ઈન્ડિયા હેઠળ રેલવેના એકમોમાં પ્રશિક્ષણ અપાઈ રહ્યું છે અને ફીટર, ટર્નર, મશીન વેલ્ડર વગેરે જેવા કામ માટે યુવાનોને તાલિમ અપાઈ રહી છે.
રેલવે મંત્રાલયે પોતાના 16 ઝોનલ એકમો અને સાત ઉત્પાદન એકમોમાં 30 હજાર એપ્રેન્ટીસોને તાલિમ આપવાનો ટારગેટ રાખ્યો છે.
આમ આગામી માસમાં યુવકોને રેલવેમાં ભરતી થવાનો સારો મોકો મળવાનો છે અને ઘણા પરિવારોને આર્થિક સમતુલનની આશા બંધાવાની છે.
રોજગાર સર્જન માટે કેન્દ્ર સરકાર પ્રતિબધ્ધ છે. આ માટે પાંચ વર્ષ સુધી રોજગારીની ગેરંટી યોજના હેઠળ કામ ચાલુ રહેશે.

Comments

comments

VOTING POLL