રેલવે ચાલુ વર્ષે 1 લાખ ભરતી કરશે

August 1, 2018 at 11:08 am


રેલવે દ્વારા ચાલુ વર્ષે એક લાખ યુવકોની ભરતી કરવામાં આવશે અને આ યોજના પર કામ શ થઈ ગયું છે. રેલવેએ એવો દાવો કર્યો છે કે, દુનિયાભરની સૌથી મોટી ભરતી રેલવે કરવા જઈ રહ્યો છે. આ માટે ઓનલાઈન પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. ઓનલાઈન પરીક્ષાની ગોઠવણ માટે ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસીઝને ટેકનિકલ ભાગીદાર બનાવવામાં આવી છે. રેલવે ભરતી બોર્ડને આમ તો લાખો અરજીઓ નોકરી માટે મળી ગઈ છે. રેલવે પરીક્ષા પ્રક્રિયાને ડિઝિટલ બનાવવા માટે જ ટાટા ટેલીનો સહારો લેવામાં આવ્યો છે. સહાયક લોકો પાયલટ અને ટેકનિશ્યનોના પદ ખાલી છે અને તેના માટે લાખો અરજીઓ આવી ગઈ છે.
આ બન્ને પદ માટેની પરીક્ષા 9મી ઓગસ્ટે થવાની છે જેમાં 47 લાખ ઉમેદવારો પૈકી 71 ટકાને તો એમના શહેરોથી 200 કિ.મી.ના દાયરામાં જ પરીક્ષા કેન્દ્રો ફાળવી દેવામાં છે. આ ભરતી માટેની પરીક્ષા 500 કેન્દ્રો પર લેવાશે અને 15 જેટલી વિભિન્ન ભાષાઓમાં લેવાશે. પરીક્ષાની પ્રક્રિયા એક માસ સુધી ચાલશે. પરીક્ષામાં ટોટલ 100 સવાલો પૂછવામાં આવશે જેમાં જનરલ નોલેજ ગણિત, તર્કશક્તિ, સામાન્ય વિજ્ઞાન વગેરેનો સમાવેશ થાય છે.

Comments

comments