રેલવે સ્ટેશન ઉપર એરપોર્ટ જેવી ફીલીગ !!

January 11, 2019 at 9:19 am


એક કલ્પના કરો કે, દીકરો-વહુ રાજકોટથી ફ્લાઈટમાં બેસીને મુંબઈ અને ત્યાંથી ગોવા ફરવા જવાના હોય અને માતા-પિતા એરપોર્ટ ઉપર મુકવા આવ્યા હોય, મુંબઈથી જેવું પ્લેન આવે તે સાથે જ ચારેય હેન્ડબેગેજ લઈને પ્લેનમાં ચડી જાય અને ચારેચાર ખુરશી ઉપર કબજો જમાવી લ્યે, થોડીવારમાં બીજા પેસેન્જર આવે અને કહે કે આ બે બેઠક અમારી છે. આ સાંભળીને પેલા માતા-પિતા મોઢું બગાડીને ઉભા થઇ જાય, થોડી વાર ઉભા રહે, બધાને નડે અને પછી પ્લેન ઉપાડવાના સમયે ઉતરી જાય..તમને એમ થશે કે આવું તો રેલવે સ્ટેશનમાં ટ્રેઈન ઉપાડવાના ટાઈમે થાય..પ્લેનમાં થોડું થાય.. ત્યાં તો પ્લેનમાં શું,એરપોર્ટ લાઉન્જમાં પણ એન્ટર ન થવા દે…પણ હવે થોડા સમયમાં રેલવે સ્ટેશનમાં પણ આવું થવાનું છે અને મુસાફરો જ નહી તેમને વળાવવા જનારાને પણ એરપોર્ટ જેવી ફીલિંગ આવવાની છે. .આમ તો રેલવે તંત્ર ઘણા સમયથી એરપોર્ટ જેવું બનવાના સપના જુએ છે પણ આવડા મોટા નેટવર્કને કારણે સફળતા મળતી ;નથી. વિમાની મુસાફરીમાં ફ્લેક્સી ફેર હોય છે એટલે રેલવેએ આ સિસ્ટમ પણ દાખલ કરી હતી પણ સરવાળે કોઈ લાભ ન દેખાતા તે ધીરે ધીરે પાછી ખેંચી લીધી છે.લાંબા જોડે ટૂંકો જાય, અને મારે નહી તો માંદો થાય એ કહેવત રેલવેના બાબુઆેને સમજાતી નથી એટલે એરપોર્ટના વાદ કર્યે રાખે છે. હવે નવું ગતકડું આવ્યું છે કે, ટ્રેન પકડવા માટે 20 મિનિટ વહેલા સ્ટેશને નહી પહાેંચે તેને સ્ટેશન ઉપર જ એન્ટ્રી નહી મળે. સુરક્ષા તપાસ માટે ઍરપોર્ટની જેમ રેલવે સ્ટેશનને પણ સીલ કરવાની યોજનાતંત્રએ બનાવી છે. ઍરપોર્ટની જેમ રેલવે પણ હવે સ્ટેશનને સીલ કરવાની યોજના છે. પ્રવાસીઆેએ હવે તેમની બહારગામ જવા માટેની ટ્રેનના પ્રસ્થાન સમયની 15થી 20 મિનિટ પહેલાં આવવું પડશે અને સુરક્ષા તપાસની વિધિ પૂરી કરવી પડશે. સૌથી મહત્વનું તો સફાઈનું છે. એરપોર્ટ ઉપર જઈએ તો ફર્શ ઉપર આપનો ચહેરો પણ ચોખ્ખો દેખાય એટલું નીટ એન્ડ િક્લન હોય છે જયારે રેલવે સ્ટેશન ઉપર તો તોબા.તોબા..! દેશના ગમે તે સ્ટેશન ઉપર લટાર મારો તો તમને બીડી ફૂંકતા રહેતા અને દિવસો સુધી ન્હાયા ન હોય એવા સાધુ-બાવા,કુતરા, ચા-પાણી વેચવાવાળા છોકરા, બીજાના સામાનને હડફેટે લેતા કુલીઆે અને બગીચામાં ફરવા નિકળા હોય તેમ જઈ રહેલા આર.પી.એફ.ના જવાનો જોવા અચૂક મળશે.આ બધું જોવા ન મળે તો આપણને મજા પણ ન આવે. સ્ટેશન જેવું લાગે જ નહી. સ્ટેશન ઉપર સફાઈની પણ ઘણી સમસ્યા છે…સ્ટેશનના પરિસરમાં પ્રવેશતા જ કચરો નજરે પડે, સફાઈ તો થાય જ છે પણ લોકોની સમજણશિક્ત આેછી છે અને તેઆે સ્વચ્છ ભારતમાં માનતા જ નથી એટલે કચરો કર્યે જ રાખે છે. પ્લેટફોર્મ ઉપર જાવ તો પાટા ઉપર પણ બેફામ કચરો જોવા મળે છે. ક્યાંક પાણીની પાઈપલાઈન લીક થતી હોય અને પાટા આસપાસ પાણી જોવા મળે છે..પ્લેટફોર્મ બદલવું હોય અને સીડી ચડવાની હોય તો પડી જવાની બીક લાગ્યે જ રાખે.તૂટેલા પગથિયાં રિપેર કરાવવાનું કોઈને સૂઝતું જ નથી…સ્ટેશનમાં જ્યાં મુસાફરોને બેસવાની જગ્યા હોય ત્યાં પેલા ગંધાતા બાવા સુતેલા જ જોવા મળે અને એક પણ બાબુ તેમની નીદર ખરાબ કરવાનું પાપ કરતો નથી…આવી સ્થિતિમાં મુસાફરો બિચ્ચારા ટ્રેનની રાહ ઉભા ઉભા જોવે છે..રિઝર્વેશન ચાર્ટ જોવો હોય તો પણ તકલીફ છે. ..ચાર્ટ લગાડનાર ચાર્ટ આડેધડ લગાડી Ûે છે અને મુસાફરોને તેનું સ્ટેટ્સ જોવામાં આંખે અંધારા આવી જાય છે…કુલીના ચાર્જના કોઈ ઠેકાણાં નથી હોતા. સિન્ડિકેટ જ કામ કરે છે…અને જો કોઈ માગ્યા દામ આપે એટલે બાકીના મુસાફરો ઉપર દાદાગીરી કરીને તેનો સમાન પહેલા ગોઠવે..સારું છે, રાજકોટમાં નથી પણ અમદાવાદ જેવા સ્ટેશને તો સીટ ઉપર રુમાલ રાખી દેવાની સિસ્ટમ ચાલે છે અને દાદાગીરીથી ચાલે છે. ..રેલવે સ્ટેશનની આવી હાલત છે અને તેને એરપોર્ટ બનાવવાના સપના જોવામાં આવી રહ્યા છે. અત્યારે તો અલાહાબાદ અને હુબલી રેલવે સ્ટેશન ઉપર આ યોજના અમલમાં મૂકી પણ દેવામાં આવી છે અને આવનારા દિવસોમાં 202 સ્ટેશન ઉપર આ સુરક્ષા યોજના લાગુ કરાશે. આ યોજનામાં રેલવે સ્ટેશનને સીલ કરવામાં આવશે. સ્ટેશનમાં પ્રવેશ માટેના કેટલા માર્ગ છે અને તેમાના કેટલા માર્ગને બંધ કરવામાં આવશે, એ પ્રથમ નક્કી કરવામાં આવશે. કેટલાક પ્રવેશ માર્ગોને કાયમી દીવાલથી બંધ કરવામાં આવશે, કેટલાક પ્રવેશદ્વાર પર આરપીએફનો બંદોબસ્ત રાખવામાં આવશે અને કેટલાક પ્રવેશમાર્ગો પર કોલેપ્સેબલ ગેટ્સ રાખવામાં આવશે. દરેક પ્રવેશ માર્ગ પર અવારનવાર અચાનક સુરક્ષા તપાસ કરવામાં આવશે, જોકે ઍરપોર્ટની જેમ રેલવે સ્ટેશન પર ટ્રેનના પ્રસ્થાન સમયના કલાકો પહેલાં આવવું નહી પડે. સુરક્ષા તપાસને કારણે તેમને વિલંબ ના થાય અને ટ્રેન ચૂકી ના જવાય તે માટે તેમણે માત્ર 15થી 20 મિનિટ જ વહેલાં આવવું પડશે.આ યોજના હેઠળ સીસીટીવી કેમેરા, પ્રવેશ નિયંત્રણ, વ્યિક્તગત અને બેગની સુરક્ષા તપાસ, બોમ્બ ડિટેક્શન અને ડિસ્પોઝલ સિસ્ટમ હશે જેને કારણે પ્રવાસીઆે અને તેમના સામાનનું રેલવેના પ્રવેશ દ્વારથી લઇને ટ્રેનમાં પ્રવેશ સુધી બહુવિધ સ્થળે ચેકિંગ થશે.આ બધી વાતો વાંચવામાં અને ધોળા દિવસે સપના જોવામાં સારી લાગે છે બાકી વાસ્તવમાં તેનો અમલ શક્ય નથી…રેલવે સ્ટેશનો એરપોર્ટ ન બને તો પણ કાંઈ વાંધો નથી પણ તે ચોખ્ખું અને પેસેન્જર ફ્રેન્ડલી રહે તો પણ ઘણું.

Comments

comments

VOTING POLL