રેલ્વેનાં મોરચે ભાવનગર મહુવાનું કનેકશન કયારે મળશે?

April 15, 2019 at 1:56 pm


ભાવનગરે ભલે હેરીટેજ માટે નામના ન મેળવી હોય પરંતુ એક વખત છીનવાઇ ગયેલો કોઇપણ પ્રોજેકટ હોય તે પાછો આવતો નથી તે તો વાસ્તવિકતા છે ભાવનગર મહત્પવા વચ્ચે દોડતી નેરોગેજ ટ્રેન ૧૯૯૨ બાદ પાટા ઉખડી ગયા ત્યારપછી ભુતકાળ બની ગઇ તે વખતે બ્રોડગેજ થશે તેવો આશાવાદ હતો પણ તે માત્ર વાતો જ રહી છે અત્યારે તો ભાવનગર મહત્પવ નેરોગેજનાં માર્ગ પર દબાણો વધ્યા છે અને સ્ટેશનો ખંડેર જેવા બની ગયા છે. ભાવનગરથી ઉપડનારી ટ્રેન માણેકવાડી, તખ્તેશ્ર્વર અને કૃષ્ણનગર સ્ટેન પર હોલ્ટ કરી અધેવાડા તરફ જતી.
અત્યારે તો નેરોગેજનો યુગ નથી પણ તંત્રને ત્યાં બ્રોડગેજ કરવાનું ન સુઝયું પ્રજાનાં ઢગલા બધં મત મેળવનારા રાજકારણીઓને મન તો આ વાતની કિંમત જ નથી. અને બીજા ઘણાં પ્રશ્નો અંગે છાશવારે નિવેદનો થાય છે કો’ક વાર રજુઆતો થાય છે પરંતુ ભાવનગર મહત્પવા નેરોગેજ લાઇનની સ્થાને બ્રોડગેજ નાખી ભાવનગર મહત્પવાને એક તાંતણે બાંધવાનું સુઝતું નથી. મહત્પવાથી ભલે મુંબઇની ટ્રેન વાયા સાવરકુંડલા, ઢસા થઇને જતી હોય પરંતુ મહત્પવાથી ભાવનગર આવનારાને તે એસટી બસ કે, ખાનગી વાહનોનો જ સહારો લેવો પડે છે તે હકિકત છે.
એક જમાનામાં મહત્પવાનો દરેક રીતે દબદબો હતો ભાવનગરથી મહત્પવા ભલે સંખ્યાબધં બસ દોડતી હોય અમદાવાદ મુંબઇ કે, સુરતથી આવતી બસ વાયા ભાવનગર થઇને મહત્પવા જતી હોય પણ ટ્રેન માર્ગે મહત્પવા ભાવનગરથી વીખુટુ પડી રહ્યું છે. આ અંગે ટકોર કરતાં એક નાગરિકે કહ્યું કે, મહત્પવા ભલે ભાવનગરથી અંદાજે ૧૦૦ કિમીનાં અંતરે આવેલું હોય ભલે ભાવનગર જિલ્લાનું મહત્વનું મથક અને ડુંગળી પર આધારિત ઉધોગોનું હબ ગણાતું હોય ભલે મહત્પવામાંથી ચુંટાયેલા જિલ્લા પંચાયતનાં સભ્યો ભાવનગર જિલ્લા પંચાયતનાં પોતાનો અવાજ રજુ કરતાં હોય પરંતુ મહત્પવા વિધાનસભાનાં મત વિસ્તાર કે, જેમાં આખો મહત્પવા તાલુકો આવી જાય છે તેને ભાવનગરનાં બદલી અમરેલી સંસદિય મત વિસ્તારનો ભાગ ૨૦૦૯ની ચુંટણીથી બનાવી દેવાયો છે. આમ, સંસદિય ક્ષેત્રની દ્રષ્ટ્રિએ પણ મહત્પવાને ભાવનગરથી વિખુટું પાડી દેવામાં આવ્યું છે તેવી રીતે રેલ્વેનાં મોરચે પણ ભાવનગરથી મહત્પવા વિખુટું પડી ગયું છે ૧૯૯૨માં નેરોગેજ લાઇનનાં પાટા ઉખડયા બાદ એકા’દ બે વર્ષ બ્રોડગેજ અંગે વાતો થઇ પછી તો આવી વાતો પણ સાવ ભુલાઇ ગઇ છે.
૧૯૯૨ પછી ઘણી સરકારો બદલાય ઘણી ગઠબંધન સરકારો આવી પણ એકેય ગઠબંધન સરકારનાં રેલ્વે બજેટમાં ભાવનગરને મહત્પવા બ્રોડગેજ લાઇનનો ઉલ્લેખ નહોતો તેમાં ભાજપ કોંગ્રેસ બન્નેની ગઠબંધન સરકારો આવી જાય છે. જો કે, ઘણાં એવું પણ કહે છે કે, એકેય વખત આ અંગે ભાવનગર જિલ્લાની નેતાગીરીએ ગંભીરતાથી રજુઆત કરી છે ખરી? આ પ્રશ્ને લોકોએ પણ જિલ્લાની નેતાગીરીનો જવાબ માગ્યો છે ખરો? ભાવનગર મહત્પવા નેરોગેજ લાઇન ભલે ભુતકાળ જ રહે બાબુ ગાડી ભલે ભુતકાળ રહે તેની સામે કોઇને વાંધો છે જ નહીં પણ હવે ભાવનગર મહત્પવા બ્રોડગેજ લાઇનનું શમણું સાકાર કરવાનો સમય તો આવી જ ગયો છે બસ પ્રજાએ નેતાગીરી પર અન નેતાગીરીએ રેલ્વે સત્તાવાળાઓ સરકર પર દબાણ લાવવાની જરૂરત છે

Comments

comments