રેલ્વે ભરતીની પરીક્ષામાં વિકલાંગોને અન્યાય થયાનો આક્ષેપ

April 19, 2019 at 2:30 pm


કેન્દ્ર સરકાર દ્રારા રેલ્વેની ભરતી માટેની લેવાયેલી પરીક્ષામાં પરિણામો જાહેર થયા છે ત્યારે વિકલાંગોને અન્યાય થયો હોવાનો પોરબંદરથી આક્ષેપ કરવામાં આવ્ો છે અને ઉગ્ર રજુઆત થઇ છે.
પોરબંદરથી દિવ્યાંગે કરેલી રજુઆતમાં જણાવ્ું છે કે, રેલ્વેમાં ભરતી માટે ગુજરાતમાં તથા સીકંદરાબાદમાં સૌથી વધારે વિકલાંગોની સીટો હતી. ગુજરાતમાં હેન્ડીકેપની એલડી કેટેગરી માટે ૯પ સીટો હતી તથા એલડી કેટેગરીના કેન્ડીડેટની સંખ્યા પણ વધારે હતી અને રીઝર્વેશન ૪ ટકા આપવામાં આવેલ હતું.
રેલ્વે દ્રારા ૪ માર્ચ–ર૦૧૮ના રોજ રીઝલ્ટ બહાર પાડવામાં આવેલ હતું જે અંતર્ગત જે વિકલાંગ ઉમેદવારની પસંદગી અગાઉની પ્રોસેસ માટે નહોતી થઇ તેમનું રીઝલ્ટ નોર્મલ ઉમેદવારની જેમ જ આપાવમાં આવેલું હતું તથા તેમના માર્કસ તથા તેમના સિલેકશનનું સ્ટેટસી પણ જાહેર કરી દીધું હતું.
જયારે જે વિકલાંગ ઉમેદવારની પસંદગી થઇ હતી તે ઉમેદવારના રીઝલ્ટમાં નીચે મુજબની નોટીસ લખાઇને આવતી હતી. પીડબલ્યુડી કેન્ડીડેટને ફિઝીકલ પરીક્ષા નથી આપવાની અને તેમના નોર્મલાઇઝ માર્કસ ડોકયુમેન્ટ વેરીફીકેશન સાથે આપવામાં આવશે. આમ આ પરીક્ષામાં ચાર સ્ટેજ હતા. કોમ્પ્યુટરબેઝ ટેસ્ટ, ફીઝીકલ ટેસ્ટ, ડોકયુમેન્ટ વેરીફીકેશન અને મેડીકલ ટેસ્ટ યોજાશે. આમ સીબીટી પાસ કર્યા બાદ પીઇટી આપવાની નથી તો આગળ ડોકયમુેન્ટ વેરીફીકેશન થશે એ બાબતની પુરતી કરતો મેસેજ તથા ઇમેઇલ અમને મળેલો હતો.
ત્યારબાદ બધા પીડબલ્યુડી ઉમેદવારોએ કેટલીક મુસીબતોથી લડીને ચુંટણીના સમયમાં જયારે કોઇ સરકારી કચેરીના અધિકારીઓ જવાબ પણ આપવા તૈયાર નહોતા તેવા સમયમાં નાણા ખર્ચીને પણ રેલ્વેએ જાહેર કરેલા ફોર્મેટમાં ડોકયુમેન્ટ તૈાર કર્યા.
ત્ારબાદ બધા ઉમેદવારોની પીઇટી લેવાઇ ગઇ અને વિકલાંગ ઉમેદવારો ના ર્માસ કે જે ડીવી ડોકયુમેન્ટ વેરીફીકેશન બાદ આપવાના હતા તે જાહેર કરી દીધા અને ત્યારબાદ રેલ્વે દ્રારા એક પીડીએફ બહાર પાડવામાં આવી જે અંતર્ગત તે પીડીએફમાં એવા વિકલાંગના રોલનંબર હતા જેમણે ડીવી માટે જવાનું હતું અને તેમાં ૬૫ ર્માસ આવેલા હતા તેવા ઉમેદવારોના નંબર પણ ન હતા.
આમ, રેલ્વેએ વિકલાંગ ઉમેદવારોને કટઓફ ખુબ જ વધારે રાખેલ છે. તેમાં પણ એલડી કેટેગરીનો કટ ઓફ રાખેલ છે કેટલે કે ઓપન કેટેગરી જેટલો અને વધુમાં જયારે નોટીફીકેશન આવી ત્યારે તેમાં એમડી કેટેગરી ન હતી અને જયારે ડોકયુમેન્ટ વેરીફીકેશન માટેની પીડીએફ જાહરે કરી તો તેમાં એમડી કેટેગરી સામેલ કરવામાં આવેલ હતી અને એલડીની સાથે ઘટાડવામાં આવેલ હતી અને એમડી કેટેગરીનો કટ ઓફ ર૯.૪૩ર૯૧ હતો. બધી કેટેગરીના કટ ઓફ એલડી ૬૯.૧૭૦૭૪, વીઆઇ ૬૪.૦૬૯૫૮, એચઆઇ ૪૩.૧૫૭૫૮ અને એમડી ૨૯.૪૩૨૯૧ હતો. આમ એલડી કેટેગરીની સીટોમાં ઘટાડો તથા કટઓફ માં વધારો કરવામાં આવેલ છે. તથા ફોર્મ ભરવા ટાઇમએ એમડી કેટેગરી જ હતી તો તે કેટેગરીના ઉમેદવારોએ ફોર્મ ભર્યા કઇ રીતે તે ઉમેદવારોએ બીજી કેટેગરીમાં ફોર્મ ભર્યા હોય તો પણ રેલ્વેને કઇ રીતે ખબર કે આ ઉમેદવાર કઇ કેટેગરીનો છે તથા એમડી કેટેગરીમાં કયો ઉમેદવાર છે.? આમ રેલ્વેએ પીડબલ્યુડી ઉમેદવારનો કટઓફ ખુબ જ હાઇ એટલે કે ઓપન કેટેગરી જેટલો રાખેલ છે. તેમણે વિકલાંગો અને સામાન્ય ઉમેદવારમાં કોઇ અંતર રાખેલ નથી. તથા રેલ્વેએ વ્કિલાંગોની લાગણી તથા તેમની ખામીઓની મજાક ઉડાડવા જેવું કાર્ય કર્યુ છે. જો કટઓફ હાઇ રાખવો તો તો પીડબલ્યુડી કેટેગરી રાખવાનો મતલબ શું હતો? તેવો સવાલ ઉઠાવીને રજુઆત કરવામાં આવી છે

Comments

comments

VOTING POLL