રેશનકાર્ડ ન અપાતાં ગરીબોને અનાજ મેળવવામાં પારાવાર મુશ્કેલી

August 7, 2018 at 10:40 am


Spread the love

જામનગર શહેરમાં પુરવઠા ખાતાની ઝોનલ આેફીસમાં ગરીબ લોકોની પરમીટ ખોવાઇ ગયા બાદ ડુપ્લીકેટ રેશનકાર્ડ ઝડપથી આપવામાં આવતુ નથી અને છેલ્લા 4 માસથી કાર્ડ કાઢી આપવાની પ્રqક્રયા સદંતર બંધ હોવાથી હજારો ગરીબો મુશ્કેલીમાં મુકાયા છે એટલુ જ નહી તેઆેને રેશનકાર્ડ ન હોવાને કારણે અનાજ મળતું નથી, આ અંગે તાત્કાલીક તપાસ કરવાની માંગણી વોર્ડ નં.15ના નગરસેવક દેવશી આહીરે જિલ્લા કલેકટરને લખેલા પત્રમાં જણાવ્યું છે.

આ પત્રમાં જણાવાયું છે કે જામનગરની તમામ પુરવઠા ખાતાની ઝોનલ આેફીસમાં એક પણ જગ્યાએ ડુપ્લીકેટ રેશનકાર્ડ નિકળતું નથી, આ અંગે અગાઉ પણ અવારનવાર રજુઆત કરવામાં આવી છે પરંતુ ગરીબોનું કોઇ સાંભળતું નથી છેલ્લા ચાર ચાર માસથી રજુઆત કરાઇ છે પરંતુ આ સમસ્યાનો કોઇ ઉકેલ આવ્યો નથી, ગરીબોને મામલતદાર પાસે આવકનો દાખલો કઢાવવાનો હોવાથી રીક્ષા ભાડાના 150 થી 200 થઇ જાય છે પરંતુ છતાં કામ થતું નથી, આ અંગે તાત્કાલીક ઘટતુ કરવું જોઇએ જામનગરના ગરીબ લોકોને સમયસર અનાજ પણ મળતું નથી, જેથી ગરીબોનું ગુજરાન ચાલતું નથી, વોર્ડ વાઈઝ અનાજ વિતરણ વ્યવસ્થા કરવામાં આવે છે પરંતુ મોટા ભાગના ગરીબોને અનાજ ન મળતું હોવાની ફરીયાદ ઉઠી છે. આ અંગે તાત્કાલીક નિર્ણય કરી જવાબદારો સામે પગલાં લઇ ગરીબોને ડુપ્લીકેટ રેશનકાર્ડ મળે તેવી વ્યવસ્થા કરવા અમારી માંગણી છે.