રેસકોર્ષ સ્વિમિંગ પુલમાં કલોરિન લીકેજથી નાસભાગ

January 21, 2019 at 6:25 pm


શહેરના રેસકોર્ષ ખાતે આવેલ સ્વીમીગ પુલમાં કલોરીન લીકેજ થયાની મોકડ્રીલથી નાસભાગ મચી ગઈ હતી. ફાયર બ્રિગેડ સહિતના સ્ટાફની સતર્કતા ચકાસવા માટે મોકડ્રીલ યોજાઈ હતી.
મહાનગરપાલિકા સંચાલીત રેસકોર્ષ સ્વીમીગ પુલમાં કલોરીન લીકેજ થયાના સમાચાર 8.51 મીનીટે જાણ થતાં ફાયર બ્રિગેડના કાલાવડ રોડ તેમજ બેડીનાકા ફાયર ફાઈટરો સાથે મીની ફાયર ફાઈટર તથા એમ્બ્યુલન્સ સહિત રેસ્કયુ ટીમ ઘટનાસ્થળે પહાેંચી હતી. આ બાબતે ફીલ્ટર પ્લાન્ટના સ્ટાફ સાથે કેમીસ્ટને પણ ઘટનાસ્થળે દોડાવવામાં આવ્યા હતા. સ્વીમીગ પુલમાં આવેલા તરવૈયાઆેને તાકીદે સલામત સ્થળે ખસેડી લીકેજને બંધ કરવામાં આવ્યું હતું. તપાસ અંતે આ સમગ્ર ઘટના મોકડ્રીલ હોવાનું સામે આવ્યું હતું. મહાનગરપાલિકાના ફાયરબ્રિગેડ તેમજ સ્વીમીગ પુલના સ્ટાફની જાગૃતતા તપાસવા મોકડ્રીલ યોજાઈ હતી.

Comments

comments

VOTING POLL