રેસકોર્સ રિંગરોડની બાવળિયાપરા ઝુંપડપટ્ટીમાં પીપીપી યોજના જાહેર

November 7, 2018 at 2:15 pm


રાજકોટ મહાપાલિકાના સેન્ટ્રલ ઝોન હેઠળના વોર્ડ નં.2માં રેવન્યુ સર્વે નં.478 પૈકીની જમીનમાં પોશ વિસ્તાર રેસકોર્સ રિ»ગરોડને લાગુ 4143 ચો.મી. જમીન પર ખડકાયેલી વર્ષો જૂની બાવળીયાપરા ઝુપડપટ્ટી દૂર કરીને હવે ત્યાં આગળ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પીપીપી ધોરણે આવાસ યોજનાનું નિમાર્ણ કરવામાં આવનાર છે અને આ માટે આજરોજ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા ટેન્ડર પ્રસિÙ કરી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.
વધુમાં આ અંગે મહાપાલિકાના સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ રેસકોર્સ રિ»ગરોડ પર ઈન્કમટેક્સ કચેરી નજીક આવેલી બાવળીયાપરા ઝુપડપટ્ટીની 4143 ચો.મી. જમીન પર હાલમાં 90થી 100 જેટલા ઝુપડા ખડકાયેલા છે. જો કે ચોક્કસ કેટલા ઝુપડા છે તે અંગેનો હજુ સુધી કોઈ સર્વે કરવામાં આવ્યો નથી પરંતુ 90થી 100 ઝુપડા હોવાનો પ્રાથમિક અંદાજ છે. આ જમીન પર પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ખાનગી બિલ્ડર સાથે લોકભાગીદારી કરીને પીપીપી ધોરણે આધુનિક આવાસ યોજના તૈયાર કરવામાં આવશે. આજરોજ આ અંગેનું ટેન્ડર પ્રસિÙ થયું છે જેમાં તા.22-11 સુધી ટેન્ડર ભરી શકાશે અને તા.6 ડિસેમ્બર સુધી ટેન્ડર સ્વીકારવામાં આવશે. સ્લમ રિહેબિલિટેશન સ્કીમ અંતર્ગત પીપીપી ધોરણે અને પ્રધાનમંત્રી આવાસ યોજના ફેઈઝ-3 અંતર્ગત આ આવાસ યોજનાનો પ્રાેજેક્ટ સાકાર કરવામાં આવશે.

Comments

comments

VOTING POLL