રૈયારોડ અને તોપખાનામાં બે યુવાનના બેભાન હાલતમાં મોત

November 8, 2019 at 4:39 pm


શહેરના રૈયા રોડ પર શિવપરામાં રહેતાં અમીનભાઇ કાસમભાઇ થારાની (ઉવ.40)ના મેમણ યુવાન ગત સાંજે ઘરે બેભાન થઇ જતાં તેને સિવિલ માં ખસેડાયા હતાં. જ્યાં ફરજ પરના તબીબે નિષ્પ્રાણ જાહર કરતા પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે જરુરી કાર્યવાહી કરી હતી. મૃતક બે ભાઇ અને એક બહેનમાં મોટા હતાં અને મજુરી કરી ગુજરાન ચલાવતાં હતાં. સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. જયારે બીજા બનાવમાં તોપખાના-4માં રહેતાં સતિષભાઇ મગનભાઇ ઝાલા (ઉવ.36)ના વાિલ્મકી યુવાન સવારે ઘરે બેભાન થઇ જતાં તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. મૃતક પરિવારના એકના એક પુત્ર હતાં. સંતાનમાં ચાર દિકરીઆે છે. તે પ્રાઇવેટ નોકરી કરતાં હતાં. બનાવ અંગે પ્ર.નગર પોલીસે નાેંધ કરી જરુરી કાર્યવાહી કરી હતી.

Comments

comments