રૈયારોડ પર અલ્લાઉદ્દીનના મકાન પર ફાયરિંગના ગુનામાં વધુ બેની ધરપકડ

May 22, 2019 at 3:34 pm


શહેરના રૈયારોડ પર આવેલા નહેરૂનગરમાં અલાઉદ્દીન નામના યુવાનના મકાન પર ચાર માસ પહેલા સામાન્ય ઝઘડા બાબતે અંધાધૂંધ ફાયરીંગ કરવાના ગુનામાં ગાંધીગ્રામ પોલીસે વધુ બે શખસોને ઝડપી લઈ વિશેષ કાર્યવાહી હાથ ધરી છે. ફાયરીંગ કરનાર બે સહિત પાંચ શખસોને પોલીસે પકડી લીધા હોય હથીયાર આપનાર એમપીના પરપ્રાંતીય શખસને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. મકાન પર ફાયરીંગ કરી બન્ને શખસોએ રેલનગરમાં જઈ પકડાયેલા બન્ને શખસોને હથીયાર આપ્યું હોય તેમજ મદદગારી કરી હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ નહેરૂનગરમાં રહેતા અને જમીન–મકાનનો ધંધો કરતા અલાઉદ્દીનના મકાન પર ગત તા.૩૧૧ના રોજ રાત્રીના બાઈક પર ધસી આવેલા વસીમ અને મહેબુબ નામના શખસોએ સામાન્ય ઝઘડાનો ખાર રાખી હથીયાર વડે ફાયરીંગ કર્યાની ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અગાઉ વસીમ, મહેબુબ, ઈમ્તીયાઝ, મજીદ સહિત પાંચ શખસોની ધરપકડ હતી. જયારે આ ગુનામાં વસીમ અને મહેબુબે ફાયરીંગ કરી અનીશ ઉર્ફે ગોલી મહેબુબ સાંઘ અને નામચીન તન્વીર ઉર્ફે તનુડો સલીમ ઉર્ફે ભીખા હીંગરોજાને ફોન કરી રેલનગર બોલાવી હથીયાર સાચવવા આપ્યાનું અને બન્નેએ તેને મદદ કરી હોવાનું તથા આ હથીયાર એમપીના જાંબુવા ખાતે રહેતો શિવો ઉર્ફે શિવમ પાસેથી લીધાની કબુલાત આપતા પોલીસે તન્વીર અને અનીશની ધરપકડ કરી વધુ એક શખસ શિવમને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

Comments

comments