રૈયારોડ પર છોટુનગરમાં ડેંગ્યુનો રોગચાળો વકર્યો

November 8, 2019 at 4:46 pm


રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.2માં રૈયા રોડ પર આવેલા છોટુનગરમાં ગંદકી અને વ્યાપક દબાણો તેમજ ઝૂપડપટ્ટીના કારણે મચ્છરોનો ભયંકર ઉપદ્રવ થઈ રહ્યાે હોય અને ડેન્ગ્યૂનો રોગચાળો વકર્યો હોય તાત્કાલિક અસરથી સમગ્ર વિસ્તારમાં સફાઇ કરાવવા દબાણો દૂર કરવા સહિતના મુદ્દે સોસાયટી દ્વારા માંગણી કરવામાં આવી છે.

વધુમાં શ્રી છોટુનગર કો-આેપરેટીવ હાઉસિંગ સોસાયટી લિમિટેડ ના રહીશોના જણાવ્યા મુજબ સમગ્ર રાજકોટમાં ડેન્ગ્યુના વાયરસ છે અને છોટુનગર પણ તેમાંથી બાકાત નથી આમ છતાં નગર વિસ્તારમાં બેફામ ગંદકી જોવા મળી રહી છે નિયમિત સફાઈ થતી નથી વારંવાર રજૂઆતો કરવા છતાં ગંદકી અને દબાણોનો પ્રશ્ન ઉકેલાતો નથી. રખડતા ઢોર અને કુતરાનો પણ આ વિસ્તારમાં વ્યાપક ત્રાસ છે. મૂળ 40 ફુટ નો રોડ છે પરંતુ રોડની બંને બાજુએ 10-10 ફૂટના દબાણો હોય રોડ ફક્ત 20 ફૂટ રસ્તો રાહદારીઆે અને વાહનચાલકો માટે બાકી રહે છે. આ અંગે રોડના નગરસેવકો તેમજ મહાપાલિકાના અધિકારીઆે અને પદાધિકારીઆેને વારંવાર લેખિત મૌખિક અને રુબરુ રજૂઆત કરવા છતાં હજુ સુધી સમસ્યાઆે યથાવત રહી છે. સમસ્યા ઉકેલાતી નથી ત્યારે સુવિધાઆે આપવાની વાત તો દૂર રહી આમ છતાં રોડ પરના ડિવાઈડર ઉંચા લેવા તેમજ સીસીટીવી કેમેરા મુકવા પણ સોસાયટી દ્વારા માંગણી કરાઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પૂર્વે જ મુખ્યમંત્રીનો કાફલો એરપોર્ટ રોડ પરથી છોટુનગર થઈને હનુમાન મઢી ચોક માં જઈ રહ્યાે હતો ત્યારે ગંદકી અને દબાણો સહિતના પ્રશ્નો અંગે લતાવાસીઆેએ કાફલો રોકવા પ્રયાસ કરતા મનપાના અધિકારીઆે દોડી ગયા હતા અને તુરંત સફાઈ કરાવી હતી.

Comments

comments