રૈયા રોડ અંડર બ્રિજનું કાલે ખાતમુહંર્ત સાથે કામ ચાલુઃ 18 માસમાં પૂર્ણ કરાશેઃ ડીઆરએમ

November 8, 2019 at 4:42 pm


રાજકોટના રૈયા રોડ ઉપર આવેલ આમ્રપાલી ફાટક ખાતે રોજિંદી ટ્રાફિક સમસ્યા ઉકેલવા રુપિયા 25.53 કરોડના ખર્ચે બંધાનાર અંડર બ્રિજનું કામ કાલે સાંજે મુખ્યમંત્રીના હસ્તે થનારા ખાતમુહંર્ત સાથે જ ચાલુ થઇ જશે અને 18 માસમાં પૂર્ણ કરવા ની કોન્ટ્રાક્ટરોને લિમિટ આપવામાં આવી હોવાનું ડીઆરએમ પરમેશ્વર ફૂંકવાલે જણાવ્યું હતું.

રાજકોટના રૈયા રોડ ઉપર આમ્રપાલી ફાટક ખાતે રોજ સવારથી ટ્રાફિક સમસ્યા ઉકેલવાના ભાગરુપે રાજકોટ મહાનગર પાલિકા દ્વારા સૂચવાયેલ અંડરબ્રિજ પ્રાેજેક્ટનું કામ આવતીકાલે મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીના હસ્તે સાંજે ખાતમુહંર્ત બાદ તુરત જ શરુ થઈ જનાર હોવાનું જણાવતા રાજકોટ ડીઆરએમે વધુમાં જણાવ્યું હતું કે રુપિયા 25.53 કરોડના ખર્ચે બંધાનારા આ રૈયા રોડ અંડર બ્રિજ નું કામ અમદાવાદના મિરલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રાજકોટના ભવાની કન્સ્ટ્રક્શનને સંયુક્ત રીતે આપવામાં આવ્યું છે. આ પ્રાેજેક્ટ અંતર્ગત અંડરબ્રિજમાં બંને બાજુએ 6.6 મીટરનો અપડાઉન રસ્તો તેમજ બંને બાજુ પગ રસ્તાની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત આ સ્થળ ઉપર વિવિધ વેપારીઆેની મુશ્કેલીને ધ્યાને લઈને ફરતા સવિર્સ રોડની જોગવાઈ પણ રાખવામાં આવી છે.

રૈયા રોડ અંડર બ્રિજ પ્રાેજેક્ટ પૂરો કરવા માટે કોન્ટ્રાક્ટર સાથે અઢાર માસની લિમિટ નક્કી કરવામાં આવી છે. જે મર્યાદામાં કામ પૂર્ણ કરવામાં નિષ્ફળ જશે તો પેનલ્ટીની જોગવાઈ પણ રાખવામાં આવી છે.

Comments

comments