રોહતકથી ભાજપની ટિકિટ પર લોકસભા ચૂંટણી લડી શકે છે સેહવાગ

February 5, 2019 at 1:03 pm


ભારતીય qક્રકેટ ટીમનો પૂર્વ વિસ્ફોટક આેપનિંગ બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગ તેના ટિંટના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. પરંતુ આ વખતે તે qક્રકેટના કારણે નહી પરંતુ રાજનીતિના કારણ ચર્ચામાં છે. સેહવાગ હરિયાણાની રોહતક સીટ પર બીજેપીની ટિકિટ પરથી લોકસભા ચૂંટણી લડશે તેવી ચર્ચા થઈ રહી છે.
હરિયાણા બીજેપીએ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામની જે પેનલ તૈયાર કરી છે તેમાં સેહવાગનું નામ પણ હોવાનું કહેવાય છે. 2014ની લોકસભા ચૂંટણીમાં મોદી લહેર હોવા છતાં બીજેપી રોહતક સીટ જીતી શકી નહોતી. હાલ આ સીટ પરથી કાેંગ્રેસ નેતા દીપેન્દ્ર હુડ્ડા સાંસદ છે.
હરિયાણાની રોહતક સીટ પર જાટનું વર્ચસ્વ છે. વિરેન્દ્ર સેહવાગ પર જાટ સમુદાયમાંથી આવે છે, એટલું જ નહી સેહવાગ બીજેપીની નીતિઆેનો સમર્થક પણ માનવામાં આવે છે. આ કારણે તેને પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. આ પહેલા પૂર્વ qક્રકેટર ગૌતરમ ગંભીરને લઈ પણ અહેવાલ આવ્યા હતા કે તે દિલ્હીમાં બીજેપીની ટિકિટ પરથી ચૂંટણી લડી શકે છે. જોકે બાદમાં ગંભીરે આ અહેવાલને નકારી કાઢ્યા હતા.

Comments

comments

VOTING POLL