રોહિતના રનરમખાણથી રાજકોટ રંગાયું

November 8, 2019 at 11:19 am


રાજકોટમાં ભારત-બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી ટી-20 મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શમર્એિ રન રમખાણ મચાવી દઈ સ્ટેડિયમને પોતાના રંગમાં રંગી નાખ્યું હતું. રોહિતે પોતાની સાથે જ રાજકોટ માટે પણ આ મેચને યાદગાર બનાવી દીધી હતી. પોતાની ઈનિંગ દરમિયાન 6 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકારી 43 બોલમાં 85 રન ઝુડી નાખતાં દર્શકો ખુશખુશાલ થઈ ગયા હતા. ભારતની ઈનિંગ દરમિયાન રોહિતે દર્શકોને શાંતિથી સીટ પર બેસવા જ દીધા નહોતા ! રોહિતે ટી-20માં વિરાટ કોહલીની બરાબરી પણ કરી લીધી હતી. રોહિતે પોતાના પ્રથમ મેચની નિષ્ફળતાથી ભડાશ રાજકોટના મેચમાં કાઢી હોય તેવી રીતે 6 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 23 બોલમાં જ 53 રન બનાવી લીધા હતા. આ સાથે તેણે પોતાની ટી-20 કરિયરની 18મી અર્ધસદી પણ પૂરી કરી હતી. રોહિતે આ મેચમાં 43 બોલમાં 85 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 197થી વધુનો રહ્યો હતો. રોહિત ભલે પોતાની પાંચમી સદી ચૂકી ગયો હોય પરંતુ પોતાના 100મા ટી-20 મેચને તેણે યાદગાર બનાવવામાં કોઈ કસર બાકી રાખી નહોતી.

Comments

comments