રોહિત શેટ્ટીની સુર્યવંશીમાં હવે પુજા હેગડે નજરે પડશે

January 7, 2019 at 7:08 pm


રોહિત શેટ્ટીની હાલમાં રજૂ કરવામાં આવેલી મોટી ફિલ્મ સિમ્બા બાેક્સ આેફિસ પર શાનદાર કમાણી કરી રહી છે ત્યારે રોહિત શેટ્ટીએ તેમના આગામી પ્રાેજેક્ટ પર કામગીરી શરૂ કરી દીધી છે. પ્રાપ્ત અહેવાલ મુજબ રોહિત હવે સુર્યવંશી નામની ફિલ્મ બનાવી રહ્યાા છે. આ ફિલ્મમાં પુજા હેગડને લેવાનાે નિર્ણય કરવામાં આવી ચુક્યો છે. ફિલ્મમાં આ વખતે તેમના મિત્ર અને ખાસ અભિનેતા અજય દેવગનને લેવાના બદલે અક્ષય કુમારને લેવાનાે નિર્ણય કરવામાં આવ્યો છે. હવે રોહિતની આગામી ફિલ્મને લઇને ચાહકો રાહ જોવા લાગી ગયા છે. ફિલ્મના અંતમાં સિમ્બામાં સુર્યવંશીની એક ઝલક દર્શાવવામાં આવી હતી. ત્યારબાદથી ફિલ્મના ચાહકો આને લઇને ઉત્સુકતાપૂર્વક રાહ જોઇ રહ્યાા છે. તાજા રિપાેર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તાે કહી શકાય છે કે ફિલ્મમાં અભિનેત્રી તરીકે ખુબસરત પુજા હેગડેને લેવાનાે નિર્ણય કરવામાં આવ્યો છે. અક્ષય કુમારની સાથે પુજા હેગડેની જોડીને ચમકાવવામાં આવનાર છે. રોહિત શેટ્ટીની આ મોટી ફિલ્મ હાથ લાગી ગયા બાદ પુજા ભારે ખુશ દેખાઇ રહી છે. બીજી બાજુ પુજાની પાસે હાલમાં અન્ય કેટલીક સારી ફિલ્મો પણ રહેલી છે. જેમાં હાઉસફુલ શ્રેણીની ફિલ્મ સામેલ છે. જે મલ્ટીસ્ટારર ફિલ્મ તરીકે છે. આ ફિલ્મમાં પણ અક્ષય કુમાર કામ કરી રહ્યાાે છે. બાેબી દેઆેલ પણ નજરે પડનાર છે. રોહિત શેટ્ટીની છેલ્લે સિમ્બા ફિલ્મ હાલમાં નજરે પડી છે. જેમાં રણવીર અને સારા અલી ખાનની જોડી ચમકી છે. ફિલ્મને બાેક્સ આેફિસ પર ઉલ્લેખનીય સફળતા હાથ લાગી ગઇ છે. રોહિત શેટ્ટી હાલમાં ટીવી શો ખતરો કે ખિલાડીને લઇને વ્યસ્ત છે. તે હાલમાં તેની ટીમ સાથે આજેૅન્ટિનામાં છે. પુજા હેગડે આગામી દિવસાેમાં કેટલીક વધારે ફિલ્મ હાથ લાગે તેવી શક્યતા છે. નવી સ્ટારમાં પુજા વધારે આશાવાદી છે.

Comments

comments

VOTING POLL