ર021 સુધીમાં ગુજરાતમાં બે હજાર નવા એકમો અને 7000 કરોડના રોકાણ આવશેઃ મુખ્યમંત્રી

October 11, 2018 at 3:42 pm


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રુપાણીએ સ્પષ્ટપણે વિશ્વાસ વ્યકત કર્યો છે કે, આજનો યુવા પોતાના આગવા ઇનોવેશન્સ અને સ્ટાર્ટઅપના માધ્યમથી ગુજરાતની વાયબ્રન્ટ ઇકોનોમીમાં સહભાગી થવા સંપૂર્ણ સં છે. મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં આજથી ત્રણ દિવસ માટે યોજાઇ રહેલી વાયબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટઅપ એન્ડ ટેકનોલોજી સમિટ ર018નો પ્રારંભ કરાવ્યો હતો.

વિજયભાઇ રુપાણીએ ગુજરાતે 184 સ્ટાર્ટઅપને માન્યતા આપી છે અને રાજ્ય સરકાર તરફથી ફંડ આપ્યું છે તેની વિગતો આપતાં ર0ર1 સુધીમાં રાજ્યમાં બે હજાર નવા સાહસ પ્રમોટ કરવા અને 7 હજાર કરોડ રુપિયાના રોકાણોનો લક્ષ્યાંક રાખ્યો છે તેમ પણ જણાવ્યું હતું.

ગુજરાત સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ પોલિસી જાહેર કરનારું દેશનું પહેલું રાજ્ય છે તેનું ગૌરવ કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્યની 60 થી વધુ યુનિવસિર્ટી, 1 હજારથી વધારે શૈક્ષણિક સંસ્થાન અને લાખો વિદ્યાર્થીઆેને પોલિસીનો લાભ આપવાની દિશામાં સરકાર આગળ વધી રહી છે.

નાસ્કોમના પ્રેસિડેન્ટ દેબજાની ઘોષે સ્ટાર્ટઅપ અને ટેકનોલોજી ક્ષેત્રે ગુજરાતને શ્રેષ્ઠ પ્રદાન કરવાની તકનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતીઆેમાં વેપાર સુઝ જન્મજાત હોય છે, વેપાર-ધંધા ગુજરાતીઆેના ડીએનએમાં વણાયેલાં છે ત્યારે સ્ટાર્ટઅપ સાથેના ઇનોવેશન અને નવા આઇડિયા સાથેની ટેકનોલોજીના સહારે ભાવિ આર્થિક વિકાસ ક્ષેત્રે ગુજરાત અગ્રેસર બની રહેશે.

ટેક મહિન્દ્રાના સીઇઆે અને એમડી સી.પી.ગુરનાનીએ ગુજરાતની શિક્તને પીછાણવાની જરુર છે તેમ જણાવી ઉમેર્યું હતું કે, આ એવું રાજ્ય છે જે દેશની માત્ર પાંચ ટકા વસતી ધરાવે છે પરંતુ રાષ્ટ્રની કુલ નિકાસમાં 22 ટકા હિસ્સો ધરાવે છે. આવનારા સમયમાં ગુજરાત દેશનું નવું સ્ટાર્ટઅપ કેપિટલ બનવા સમર્થ બનશે તેમ તેમણે જણાવ્યું હતું.

રાજ્યના મુખ્ય સચિવ ડો. જે. એન. સિંહે ઉપસ્થિત સૌનું ઉષ્માભર્યું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે, સ્ટાર્ટઅપ અને ટેકનોલોજી સાથેની ઇકો સિસ્ટમ માટે આ સમીટ અતિ મહત્વની બની રહેશે.

યશ બેન્ક અને જીઆઇડીસી ગુજરાત સરકાર વચ્ચે ઉદ્યાેગ સાહસિકોને પ્રાેત્સાહન આપવા માટે એમઆેયુ સંપન્ન થયા હતા તથા મહાનુભાવોના હસ્તે આઇપી બુક, સ્ટાર્ટઅપ ગુજરાત અને અગ્રીમ ગુજરાતી કોફીટેબલ બુકનું વિમોચન અને સ્વીસ બેઇઝડ ટેકનોલોજી ગ્રુપ દ્વારા તૈયાર કરાયેલ ઇન્ડો સ્વીસ બ્લોક ચેઇનનું લોન્ચીગ પણ કરાયું હતું.

ગેઝીયા આઇટી એસોસીએશનના વિવેક આેગ્રા, મુંબઇ સ્થિત સ્વીડનના કાઉિન્સલ જનરલ ઉંરીકા સન્ડબર્ગ, નાણા વિભાગના અધિક મુખ્ય સચિવ અરવિંદ અગ્રવાલ, મુખ્યમંત્રીના અગ્ર સિચવ એમ.કે.દાસ, જીઆઇડીસીના વાઇસ ચેરમેન અને એમડી ડી.થારા, ઉદ્યાેગ કમિશનર શ્રીમતી મમતા વમાર્ સહિત ઉદ્યાેગ ખાણ વિભાગના ઉચ્ચ અધિકારીઆે, દેશભરના ઉદ્યાેગ સાહસિકો, સ્ટાર્ટઅપ સાથે સંકળાયેલા યુવાઆે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રારંભમાં સ્વાગત પ્રવચન ઇ-મિત્ર રોબોટ દ્વારા કરાયું હતું અને આભારવિધિ ફિક્કીના ચેરમેન રાજીવ વસ્તુપાલે કરી હતી.

Comments

comments

VOTING POLL