લંડનમાં વડાપ્રધાન પાકિસ્તાની પીએમ સાથે હસ્તધૂનન કરશે?

April 5, 2018 at 11:37 am


વડાપ્રધાન બ્રિટનના પ્રવાસે જવાના છે અને ૧૮–૧૯મીએ લંડનમાં યોજાઈ રહેલી કોમનવેલ્થ સમિટમાં તેઓ હાજરી આપવાના છે.
આ ઈવેન્ટમાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહીદ અબ્બાસી પણ હાજર રહેવાના છે અને વડાપ્રધાન મોદી અબ્બાસી સાથે હસ્તધૂનન કરે તેવી શકયતા છે.
આ સમિટ પહેલા કે પછી વડાપ્રધાનની બેઠક અબ્બાસી સાથે થવાની નથી પરંતુ બન્ને નેતાઓ આ પ્લેટફોર્મ પર હાથ મિલાવે તેવી સંભાવના છે.
દેશના આર્મી કેમ્પો પર હુમલા, ઘુસણખોરી અને ગોળીબારની ઘટનાઓને પગલે વડાપ્રધાન પાકિસ્તાની વડાપ્રધાન સાથે કોઈ બેઠક કરાવાના નથી કે કોઈ મસલતો થવાની નથી.

ભારત અને પાકિસ્તાન વચ્ચે કડવાશ વધી ગઈ છે અને આતંકીઓને પનાહ દેવાની કાર્યવાહી પાકિસ્તાને ચાલુ જ રાખી છે ત્યારે આવી કોઈ બેઠક થવાની નથી.પરંતુ કોમનવેલ્થ સમિટ એક પ્લેટપોર્મ છે જયાં સંબંધિત દેશોના વડાઓ એકત્ર થાય છે અને એક મચં પર આવે છે.
આવી સ્થિતિમાં વડાપ્રધાન મોદી પાકિસ્તાની વડાપ્રધાન સાથે ફકત હાથ મિલાવે તેવી શકયતા છે

Comments

comments

VOTING POLL