લખતરના રાજવી પરિવારની હવેલીમાંથી અન્ય 10 મૂર્તિ, સોના-ચાંદીના વાસણો સહિત રૂા.40 લાખની મત્તાની ચોરી

October 12, 2018 at 12:13 pm


લખતર રાજવી પરિવારનાં મહેલનાં કંમ્પાઉન્ડમાં આવેલી રણછોડરાયની હવેલીમાંથી 379 વર્ષ જૂની રાધાકૃષ્ણની મૂતિર્ સહિત રુ. 40 લાખના સોના-ચાંદીના વાસણો સહિતનો સામાન ચોરાતા ખળભળાટ મચી ગયો છે. સવારે પૂજા અર્ચના કરવા માટે રાજવી પરિવારના સભ્યો ગયા ત્યારે ચોરીની જાણ થઇ હતી. અતિ પૌરાણિક અને એન્ટિક મૂતિર્ તથા વસ્તુની ચોરી થતા પોલીસ પણ દોડતી થઇ ગઇ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં લખતર સ્ટેટનાં રાજમહેલમાં રણછોડરાયજીની હવેલી આવેલી છે. જ્યાં રાધાકૃષ્ણ દેવની સાથે અન્ય દેવીદેવતાઆેની મૂતિર્ની પરંપરાગત રાજવી પરિવાર પૂજા અર્ચના કરે છે. બુધવારની રાત્રે તસ્કરોએ બારણાનું તાળુ તોડી અંદર પેટીમાં રાખેલી ચાવીનો જુડો લઇને એક પછી એક તાળા ખોલી મંદિરમાં રાખેલી 379 વર્ષ જૂની રાધાકૃષ્ણની પંચ ધાતુની મૂતિર્ની સાથે રઘુનાથજી, જમુનાજી, ઠાકોરજી સહિતની મૂતિર્ તથા તેમને ભોજન કરાવવા માટસોના ચાંદીના વાસણો, સોનાની કંકાવટી, સોનાનો દડો સહિત સોના ચાંદીની 31 વસ્તુ મળીને કુલ રુ. 40 લાખના મુદ્દામાલની ચોરી કરી લઇ ગયા હતા. આ ઘટના અંગે રાજવી પરિવારના હરપાલસિંહ ઉર્ફે હેપીદાદા ગજેન્દ્રસિંહ ઝાલાએ ફરીયાદ નાેંધાવી છે. બનાવની જાણ થતા જિલ્લા પોલીસવડા મિન્નદરસિંહ પવાર પોલીસ કાફલા સાથે દોડી પહાેંચ્યા હતા. તસ્કરોનું પગેરુ દબાવવા માટે ડોગસ્કવોડની મદદ લીધી હતી,પરંતુ હવેલીથી નીકળ્યા બાદ ડોગ લખતરના ગઢ સુધી આવીને અટકી ગયો હતો. પ્રાચીન મૂતિર્ આે સાથે એન્ટિકપીસની ચોરી થતાં જિલ્લાનું પોલીસતંત્ર દોડતુ થઇ ગયુ છે.

Comments

comments

VOTING POLL