લખતર વિરમગામ હાઇવે પર પુલના સળીયાથી અકસ્માતનો ભય

February 2, 2018 at 12:06 pm


Spread the love

લખતર-વિરમગામ હાઈવે ઉપર લખતર તાલુકાનાં છારદ ગામ પાસે આવેલ પુલ ઉપર સળીયા દેખાતાં અકસ્માતનો ભય રહે છે. આથી વાહનચાલકોમાં રોષની લાગણી જોવા મળે છે.

લખતર-અમદાવાદ રાજ્ય ધોરી માર્ગ પર આવેલ છારદ ગામ નજીક નર્મદા કેનાલમાંથી કઢાતા વધારાનાં પાણી માટેનો બનાવેલ પુલ ભરેલ સ્લેબનાં સળીયા દેખાતાં હોવાથી વાહનચાલકોમાં ભયની લાગણી જોવા મળે છે. આ અંગે બળવંતસિંહે જણાવ્યું કે આ પુલ પરનાં સળીયા દેખાતાં હોવાની રાવ રાજ્યનાં બાંધકામખાતાનાં સાહેબોને કરવા છતાં કેમ લાંબા સમયથી આ અંગે આંખ આડા કાન કરતા જોવા મળે છે તે સવાલ છે. આ ધોરીમાર્ગ પર જિલ્લાનાં તમામ અધિકારીઆે તેમજ પદાધિકારીઆે, ધારાસભ્યો પણ પસાર થતાં હોવા છતાં સરકારી બાબુઆેની આ રોડ પરની બેદરકારી છતી થતી જોવા મળે છે. આ અંગે માર્ગ અને મકાન વિભાગની સુરેન્દ્રનગર કચેરીનાં નાયબ કાર્યપાલક ઈજનેર એલ વી આેડેદરાએ જણાવ્યું કે આ અંગે મને કોઇ જાણ નથી તેમ છતાં તપાસ કરી યોગ્ય કરવામાં આવશે.