લગ્નગાળો જામ્યોઃ મનપાના હોલ તા.28 ફેબ્રુઆરી સુધી હાઉસફુલ

December 2, 2019 at 4:13 pm


Spread the love

રાજકોટ મહાનગરપાલિકાની સૌથી સારી અને સસ્તી કોઈ સેવા હોય તો એ લગ્ન પ્રસંગોમાં ખૂબ જ સસ્તા ભાડાથી કોમ્યુનિટી હોલ આપવાની સેવા છે. હાલમાં લગ્નગાળો પુરબહારમાં જામ્યો છે ત્યારે મહાપાલિકાના ભાડાના સુવિધાયુક્ત અને આધુનિક કોમ્યુનિટી હોલ ની ભારે ડિમાન્ડ નીકળી છે જેના લીધે આગામી તા.28 ફેબ્રુઆરી સુધી તમામ કોમ્યુનિટી હોલ નું બુકિંગ થયું છે.

સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, કુલ 18 કોમ્યુનિટી હોલમાંથી એક માત્ર તાજેતરમાં યુનિવસિર્ટી રોડ પર એસએનકે સ્કુલ પાસે નિમિર્ત કવિ અમૃત ઘાયલ એરકન્ડિશન હોલનું ભાડું પ્રતિ દિવસનું રુ.35 હજાર જેટલું હોય તે હોલનું કોઈ લેવાલ થતું નથી. લગ્નગાળાની બે મહિનાની મતલબ કે 60 દિવસની સીઝનમાંથી ફક્ત 17 દિવસ માટે કવિ અમૃત ઘાયલ હોલનું બુકિંગ થયું છે, જે અન્ય તમામ કોમ્યુનિટી હોલ ની સરખામણીએ સૌથી આેછા દિવસનું બુકિંગ છે.

લગ્નગાળાની સીઝનમાં મહાપાલિકાના કોમ્યુનિટી હોલની વધુ ડિમાન્ડ રહેતી હોવાનું કારણ તેનું ભાડું છે સમગ્ર શહેરમાં સૌથી આેછા ભાડેથી કોમેડી હોલ મળે છે ડિપોઝિટ, ગેસ બિલ, લાઈટ બિલ, સફાઈ ચાર્જ સહિત કુલ અંદાજે પ્રતિ દિવસના રુ.7500ના ભાડેથી કોમ્યુનિટી હોલ મળી રહ્યા છે જે ગરીબ વર્ગને મધ્યમ વર્ગ માટે ખૂબ જ આશીવાર્દરુપ કહી શકાય તેવી સુવિધા છે. અલબત્ત ગેસ બિલ અને લાઈટ બિલ વપરાશ અનુસાર રહેતા હોય છે.

મહાપાલિકાના કોમ્યુનિટી હોલની લગ્નગાળામાં ભારે ડિમાન્ડ રહેતી હોય આગામી દિવસોમાં રાજકોટમાં વધુ મ્યુનિસિપલ કોમ્યુનિટી હોલ ની જરુરિયાત છે વસતિ અને વિસ્તાર સતત વધી રહ્યા છે પરંતુ કોમ્યુનિટી હોલ ની સંખ્યા વધતી નથી અથવા તો જે નવા કોમ્યુનિટી હોલ બનાવવામાં આવ્યા છે તેને એર કન્ડિશન બનાવીને તોતિંગ ભાડા રાખવામાં આવ્યા છે જે સામાન્ય શહેરીજનોને પોસાય તેમ નથી. ખાસ કરીને પિશ્ચમ રાજકોટના વિસ્તારોમાં વધુ કોમ્યુનિટી હોલની જરુરિયાત છે.