લગ્નની મોસમ પુરબહારમાં, બિગ બોસ ફેમ આ એકટ્રેસની પણ વાગશે લગ્નની શરણાઈ, જાણો કોણ?

December 1, 2018 at 1:48 pm


બોલીવૂડમાં વિવાહની મોસમ પૂરબહારમાં ખિલી છે બોલિવુડની સુપરહીટ અદાકારા અનુષ્કા શર્મા, પ્રિયંકા ચોપરા અને દીપિકા પાદુકોણ બાદ હવે લાગે છે રાખી સાવંતને પણ લગ્નનો લાગ્યો છે ચસ્કો….તાજેતરમાં હિન્દી ફિલ્મોદ્યોગના ટોચના કલાકારો અનુષ્કાએ ક્રિકેટ સમ્રાટ અને પોતાના બોયફ્રેન્ડ એવા વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા, તેને હજુ વધુ સમય વિત્યો ન હતો ત્યાં દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ લગ્નના બંધનમાં બંધાયા. અને હવે પ્રિયંકા ચોપરા તેના મંગેતર નિક જોનાસ સાથે ફેરા ફરવાની તૈયારી કરી રહી છે.

અભિનેત્રી રાખી સાવંતે પોતાના વિવાહની જાહેરાત કરી છે. અભિનેત્રી ઇન્ટરનેટ સેન્સેશન અને હાલના તબક્કે એક રીઆલિટી શોમાં જોવા મળતા દીપક કલાલ સાથે પ્રભૂતામાં પગલાં માંડશે.

રાખીએ સોશિયલ મિડિયા પર આ સમાચાર જાહેર કરવા સાથે પોતાના લગ્નના કાર્ડનો ફોટો પણ મૂક્યો હતો. રાખોડી અને કાળા રંગના વેડિંગ કાર્ડમાં લખ્યું છે કે બે પ્રેમી હવે એક થઇ રહ્યાં છે અને હંમેશા પ્રેમમાં રહેવાનો વાયદો કરી રહ્યાં છે. બેઉ નવા વર્ષની પૂર્વસંધ્યાએ, એટલે કે ૩૧મી ડિસેમ્બરે સાંજે ૫.૫૫ વાગે લોસ એંજલસ ખાતે લગ્ન કરશે. રાખીએ સોશિયલ મિડિયામાં પોસ્ટ કરેલા કાર્ડના કેપ્શનમાં હાસ્ય કરતી ઇમોજિસ અને વર-વધૂના ઇમોટિકોન્સ મૂક્યાં છે.

ફોટો પોસ્ટ કરતા તરત જ રાખીના પ્રશંસકોએ તેના પર શુભકામનાઓનો વરસાદ વરસાવવાનું શરૂ કરી દીધું હતું. રાખીના લગ્નમાં કિંગ ખાન શાહરૂખ, કરણ જોહર અને ખલી સાથે બોલિવુડના ધમા સેલેબ્સ પણ હાજરી આપશે.

Comments

comments

VOTING POLL