લગ્નની સીઝનમાં આકર્ષક લુક મેળવવા પહેરો ચોકર, ટેમ્પર જ્વેલરી

February 2, 2018 at 11:26 am


જો તમે કંઈ નક્કિ નથી કરી શકતા કે લગ્નના દિવસે તમે શું પહેરશો તો તમે લાઈટવેટ ચોલી સાથે સફેદ હીરાજડીત ચોકર પહેરી શકો છો અને જો તમે સિલ્ક સાડી પહેરી રહ્યા છો તો સોનાની ટેમ્પલ જ્વેલરી (દેવી-દેવતાઓની આકૃતિવાળા ઘરેણા) પહેરી શકો છો.

૧. આજકાલ ચોકરની ખૂબ જ ફેશન ચાલી રહી છે. જે ચોલી હોય કે પારંપારીક સાડી દરેક પ્રકારના કપડા ઉપર સારા લાગે છે.
૨. સફેદ હિરાજડીત વ્હાઈટ ગોલ્ડ અથવા પ્લેટીનમના ટેનિસ બ્રેસલેટ વેસ્ટર્ન ગાઉન સાથે કનિદૈ લાકિઅ પહેરવાથી ખૂબ જ આકર્ષક લુક આપે છે. પીળા સોના અથવા વ્હાઈટ ગોલ્ડમાં રંગબેરંગી રત્નજડીત કંગન અથવા બ્રેસલેટ લગ્ન પ્રસંગે પારંપારીક કપડા કનિદૈ લાકિઅ સાથે પહેરવાથી ખૂબ જ સારા લાગે છે.
૩. ટેમ્પલ જ્વેલરીમાં દેવી-દેવતાઓની સુંદર આકૃતિઓ બનેલી હોય છે. આ પ્રકારના આભુષણ જેવા કે, પેંડલ, કંદોરો, કાન, ખૂબ જ લોકપ્રિય છે અને ભારતના દરેક ભાગમાં દુલ્હનો દ્વારા પસંદ કરવામાં આવે છે.
૪. પારંપારીક સિલ્ક સાડી સાથે પીળા સોનાની ટેમ્પલ જ્વેલરી પહેરો. તે તમને શાહી લુક આપશે.
૫. હીરા સાથે મોતીના આભુષણ દુલ્હનને અલગ જ આકર્ષક અને સુંદર લુક આપે છે. મોતીનો જ્વેલરી સેટ પસંદ કરો અથવા હિરા, સોનાના આભુષણ સાથે અથવા અન્ય સાથે મોતીના આભુષણ પહેરો.
૬. કોઈ પણ પ્રકારના બ્રાઈડલ ડ્રેસ સાથે હીરાના આભુષણ સારા લાગે છે. હીરાના ચોકર આ પ્રસંગ માટે ઉચીત છે અને આભુષણમાં ટ્રેંડી લુક લાવવા માટે રંગીન પથ્થરજડીત આભુષણ પહેરી શકો છો.

Comments

comments

VOTING POLL