લગ્નમાં વર-વધૂને મળી 140 આંખો અને 30 કિડનીની અનોખી ગિફટ

February 9, 2019 at 3:17 pm


લગ્નસરાની સિઝન પૂરબહારમાં ખીલી છે. લગ્ન પ્રસંગોમાં ચાંલ્લા સ્વરુપે રોકડ રકમથી માંડીને અવનવી ભેટ સોગાદો દુલ્હા દુલ્હનને આપવાનો રીવાજ હોય છે

જોકે રાજસ્થાનમાં એક એવા લગ્ન યોજાયા હતા જેમાં આપવામાં આવેલી ભેટ સોગાદોની કદાચ બહુ ઓછા લોકોએ કલ્પના કરી હશે.વાત એવી છે કે નેત્રદાન અને અંગદાન જાગૃતિ માટે કામ કરતી રાજસ્થાનના કોટા વિસ્તારની એક એનજીઓ સાથે સંકળાયેલા ટિંકુ ઓઝાના તૃપ્તિ સાથે ઘડીયા લગ્ન લેવામાં આવ્યા હતા

જોકે ભાવિ પતિ પત્નીએ પહેલા જ નિમંત્રણ કાર્ડ થકી જ સંદેશો મોકલાવી દીધો હતો કે લગ્નમાં ભેટ જ આપવી હોય તો અંગદાન, નેત્રદાન અને દેહદાન માટે સંકલ્પ કરજો.

ગ્રામ્ય વિસ્તારમાં આ પ્રકારની પહેલ ઓછી થતી હોય છે એટલે ઘણાએ તો લગ્નમાં આવવાની જ ના પાડી દીધી હતી.જોકે એનજીઓની એક ટીમ દિલ્હીથી દુલ્હા દુલ્હનના ગામમાં પહોંચી હતી અને લોકોને સાચી વાતથી માહિતગાર કર્યા હતા.

એ પછી સંસ્થાના કેમ્પમાં 35થી વધુ લોકોએ ઓર્ગન ડોનેશન, 3 વૃધ્ધોએ દેહદાન, 140 લોકોએ નેત્રદાન અને 30 લોકોએ કિડની ડોનેશન માટે સંમતિ આપતા સંકલ્પ પત્ર ભર્યા હતા.જે તૃપ્તિ અને ટિંકુને ગિફ્ટ તરીકે અપાયા હતા.

વર વધૂએ પણ ફેરા ફરતા પહેલા નેત્રદાન અને ઓર્ગન ડોનેશનનો સંકલ્પ કર્યો હતો, અને આવું કયારેક જ બને છે કે આવી અનમોલ ગીફ્ટ લગ્નમાં વરવધૂને મળે છે.

Comments

comments

VOTING POLL