લગ્ન પછી ખબર પડી પત્નીની આ ગંદી આદત વિશે, પતિ એ લીધું એવું પગલું કે હેરાન રહી ગયો પરિવાર…

December 26, 2018 at 8:46 pm


લગ્ન બે પ્રકારના હોય છે. એક લગ્નનું બંધન તે હોય છે જ્યાં છોકરો-છોકરી એક બીજાને પહેલાથી જ ઓળખતા હોય છે, અને એક બીજાની પસંદ ના પસંદ વિશે જાણતા હોય છે, જેને આપણે લવ મેરેજ કહીએ છીએ. બીજા પ્રકારના લગ્નમાં સમાજ-પરિવાર દ્વારા નક્કી કરવામાં આવે છે. એવામાં બંને પાર્ટનરને એકબીજાને સમજવાનો સમય નથી મળતો, જેને આપણે એરેન્જ મેરેજ કહીએ છીએ. એવામાં અમુક ના લગ્ન સફળ રહે છે તો અમુકના સંબંધ છૂટાછેડા સુધી પહોંચી જાતા હોય છે. અને એવું જ કંઈક બન્યુ દિલ્હીમાં..
દિલ્હીમાં એવા જ એક લગ્નમાં વિચિત્ર બાબત સામે આવી છે.લગ્ન પછી પતિ ને પોતાની પત્નીની એક ખરાબ આદત વિશેની જાણ થઇ. જેના વિશે કદાચ મહિલાના પરિવારના લોકોને પણ જાણ નહિ હોય. અમુક જ દિવસોમાં આ વાત એટલી બગડી ગઈ કે તેનાથી થાકી જઈને પતિ એ કોર્ટમાં છૂટાછેડા માટેની અરજી આપી દીધી. પતિના કહેવા પ્રમાણે, પત્નીને સોશિલ મીડિયાની ખરાબ આદત હતી. જેને લીધે તે પોતાના ઘર પરિવાર પણ ધ્યાન આપતી ન હતી. પતિના અનુસાર પત્ની મોડી રાત સુધી વોટ્સએપ અને મેસેન્જર પર ઘણા અન્ય પુરુષો સાથે વાતો કર્યા કરતી હતી.પતિનું કહેવું છે કે તેના વિશે તેણે ઘણીવાર પોતાની પત્નીને સમજાવવાની કોશિશ કરી હતી, પણ તે પતિના રોક -ટોકથી થાકી ગઈ હતી અને ગંભીર આરોપો નાખવાની ધમકી આપતી હતી.

પીડિત પતિ વ્યવસાયથી એક સોફ્ટવેયર એન્જીનીયર છે. પતિની આ અરજી પર કોર્ટે બંનેને કાઉન્સિલ માટે સમય આપ્યો છે. કોર્ટે જણાવ્યું કે જો કાઉન્સિલ ના દરમિયાન પત્ની ના આ વિચારો ન બદલાયા તો આ અરજી પર ચર્ચા કરવામાં આવશે. આ ઘટનાથી યુવક પણ યુવતી બંનેનો પરીવાર ચિંતામાં છે. તેઓને આ વાત પર વિશ્વાસ જ થઇ નથી રહ્યો. મીડિયાની લતને લઈને આ કોઈ પહેલો કેસ ન હતો. ઘણીવાર આવા પ્રકરની ખબરો ચર્ચાનો વિષય બનતો આવ્યો છે. છતાં પણ લોકો આવા બાબતો પર વિચારો નથી કરતા અને છેલ્લે તેઓને ખુબ ખરાબ પરિણામ ભોગવવું પડતું હોય છે. સોશિયલ મીડિયાની જાણકારી જરૂરી છે પરંતુ તેની લત સારી નથી તે ધ્યાન રાખવું આવશ્યક છે.

Comments

comments

VOTING POLL